ગોંડલમાં દારૂનો જથ્થો ભરેલી કાર પકડાઇ

હવે કરિયાણાની દુકાનોમાં પણ વાઇન મળશે...!
હવે કરિયાણાની દુકાનોમાં પણ વાઇન મળશે...!

પોલીસે કારનો પીછો કરતા ચાલક કાર રેઢી મૂકી છનન : એક લાખનો દારૂ સહિત ત્રણ લાખનો મુદ્દામાલ કબ્જે

ગત મોડી રાત્રીના પેટ્રાલિંગમા રહેલી પોલીસે શંકાસ્પદ કાર નો પીછો કરતા ચાલક કૈલાશ બાગમા કાર રેઢી મુકી નાશી છુટયો હતો.પોલીસે કારની તલાસી લેતા રૂ. એક લાખનો દારૂ મળી આવતા કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રીના સર્વેલન્સ સ્ટાફ પેટ્રાલિંગમા હતો ત્યારે મહેન્દ્રભાઈ ખિમસુરીયા તથા વિશાલભાઈ સોલંકીને મળેલી બાતમીના આધારે ગુંદાળા પેટ્રોલ પંપ પાસેથી પુરઝડપે પસાર થઈ રહેલી વેકસ વેગન કાર જીજે.21 એએ.1666નો પીછો કરતા કાર ચાલકે કાર ભગાડી હતી અને કૈલાશબાગ રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

બાદમાં કાર ચાલક કૈલાશબાગ સોસાયટી ભાટીયા શેરીમાં ખુલ્લા પ્લોટમાં કાર રેઢી મુકી અંધારામાં નાશી છુટયો હતો.પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રૂ.1,03,200ની કિંમત નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાર સહીત રૂ.3,03,200 નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. પીઆઈ.શંગાડાના માર્ગદર્શનમાં સ્ટાફના યુવરાજસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ ખિમસુરીયા, વિશાલભાઈ સોલંકી, યુવરાજ સિંહ ગોહિલ, જયંતિભાઈ સોલંકી, દિવ્યરાજસિહ જાડેજા, મહીલા કોન્સ્ટેબલ તુલજાબેન ગોંડલીયાએ કાર્યવાહી કરી હતી.

Read About Weather here

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વેકસ વેગન કાર આણંદ પાસીંગની હોય કાર માલીક અંગે આરટીઓમા તપાસ કરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here