કાશીમાં બંધુ જ મહાદેવની કૃપાથી જ થાય છે : PM મોદી…!

કાશીમાં બંધુ જ મહાદેવની કૃપાથી જ થાય છે : PM મોદી…!
કાશીમાં બંધુ જ મહાદેવની કૃપાથી જ થાય છે : PM મોદી…!
PM નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું શુભ મુહૂર્તમાં ઉદ્દઘાટન કર્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ભવ્ય ધામ ભક્તોને ભૂતકાળના મહિમાનો અહેસાસ કરાવશે.

Visit Saurashtra Kranti Homepage here

મોદીએ કહ્યું કે હવે 50-60 હજાર ભક્તો મંદિર અને મંદિર પરિસરમાં આવી શકશે. વારાણસીમાં વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વધામના નવા પરિસરનું લોકાર્પણ કર્યું છે. PM મોદીએ મંદિરમાં મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી.

પૂજા કર્યા બાદ વડાપ્રધાને મંદિરના નિર્માણમાં સામેલ શ્રમિકો પર ફૂલોની વર્ષા કરીને તેમનું સન્માન કર્યું હતું અને તેમની સાથે બેસીને ફોટો પણ પડાવ્યો હતો.મોદીએ સંબોધન કરતાં કહ્યું કે આજે વિશ્વનાથ ધામ અનંત ઉર્જાથી ભરેલું છે.

આ ભવ્ય મંદિરની વિશેષતા આકાશને સ્પર્શી રહી છે. મોદીએ કહ્યું કે બાબા તેમના ભક્તોની સદીઓની સેવાથી ખુશ થયા છે માટેતેમણે આજના દિવસે આપણને આશીર્વાદ આપ્યા છે. આ પહેલા તેણે કહ્યું કે મેં બાબાની સાથે સાથે કાલભૈરવ જીના દર્શન પણ કર્યા છે.

દેશવાસીઓ માટે તેમના આશીર્વાદ લઈને આવ્યો છું. કાશીમાં કંઈ ખાસ, કંઈ નવું હોય, તે તેમને પૂછવું જરૂરી છે. હું પણ કાશીના કોતવાલના ચરણોમાં વંદન કરું છું વડાપ્રધાન મોદી કાશી વિશ્વનાથ મંદિર પહોંચી ગયા છે. અહીં તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી.

આ પહેલાં વડાપ્રધાન મોદી ક્રૂઝ બોટમાં સવાર થઈને લલિતા ઘાટ પહોંચ્યા હતા. તેમણે અહીં ગંગામાં ડૂબકી લગાવી હતી. તેઓ કાલભૈરવ મંદિરની પૂજા કર્યા બાદ ખિડકિયા ઘાટ પહોંચ્યા હતા.

ખિડકિયા ઘાટને હાલમાં જ મનોરમ ઘાટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં મંત્રોચ્ચાર સાથે પૂજા કરીને ગંગાજળથી બાબા વિશ્વનાથને અભિષેક કર્યો હતો.

કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વનાથ ધામ સંકુલના કામદારો પર ફૂલોની વર્ષા કરી હતી. પૂજા કર્યા બાદ વડાપ્રધાન મોદી મંદિર પરિસરમાં હાજર કર્મચારીઓ પાસે પહોંચ્યા હતા. આ પછી વડાપ્રધાન મોદીએ કર્મચારીઓ સાથે ફોટો પડાવ્યો હતો.

પીએમ મોદી અને સીએમ યોગીએ ગંગાના કિનારાની મુલાકાત લીધી અને તેમણે સમગ્ર કિનારાનો પ્રવાસ કર્યો. પીએમ મોદી અહીંથી એક ક્રૂઝ બોટમાં સવાર થઈને સીએમ યોગી આદિત્યનાથ સાથે લલિતા ઘાટ પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદીએ લલિતા ઘાટ પર ઉપસ્થિત લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. આ પછી તેમણે અહીં ભગવા વસ્ત્રો ધારણ કર્યાં હતાં. તેમણે ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી. તેમણે ગંગા નદીમાં સ્નાન કર્યા પછી પૂજન કર્યું હતું.

આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર ઘાટ એસપીજીને સોંપવામાં આવ્યો છેલલિતા ઘાટ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે આજે કાશીની તસવીર એકદમ બદલાઈ ગઈ છે. આજે કાશી બમ બમ બોલી રહ્યું છે.

લોકોએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ બાબા વિશ્વનાથનાં દર્શન કરવા માટે અને વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે અહીં આવ્યા છે.ખિડકિયા ઘાટની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી અને CM યોગી ક્રૂઝ બોટમાં સવાર થઈને લલિતા ઘાટ પહોંચ્યા હતા. ગંગા નદીના બંને કિનારે લોકોની ભીડ છે.

કાશીના લોકોએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. કાલ ભૈરવ મંદિરે પૂજા કરીને મોદી નીકળી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમણે પોતાની કારને રોકી હતી. એક વ્યક્તિએ વડાપ્રધાન મોદીને પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું.

આ દરમિયાન તેમણે પણ લોકો સાથે હાથ મિલાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં કાલભૈરવ મંદિરમાં પૂજા કરી હતી. તેઓ તેમના સંસદીય ક્ષેત્રમાં શ્રીકાશી વિશ્વનાથ ધામનું ઉદઘાટન કરશે. 800 કરોડથી વધુના ખર્ચે બનેલા મોદીના ડ્રીમ પ્રોજેક્ટ વિશ્વનાથ ધામમાં શ્રદ્ધાળુઓની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

પ્રાચીન મંદિરના મૂળ સ્વરૂપને અકબંધ રાખીને એને 5 લાખ 27 હજાર ચોરસફૂટથી વધુ ક્ષેત્રફળમાં વિકસાયું છે. લોકસભા ચૂંટણી પહેલાં અયોધ્યમાં રામ જન્મભૂમિ મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવાશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય કહે છે

કે ડિસેમ્બર 2023માં ભગવાન શ્રીરામના વિગ્રહને વિધિપૂર્વક પૂજન પછી પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂળ ગર્ભગૃહમાં સ્થાપિત કરી દેવાશે. ત્યાર પછી લોકો પોતાના આરાધ્યનાં દર્શન મુખ્ય મંદિરમાં કરવા લાગશે. ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચની શરૂઆતમાં પાયાને પથ્થરો સાથે જોડવાનું કામ શરૂ થઈ જશે.

Read About Weather here

પીએમ મોદીએ વારાણસી પ્રવાસની તસવીરો શેર કરી છે. તેમણે કહ્યું હતું કે કાશી પહોંચ્યા બાદ હું ધન્ય થયો છું. થોડા સમય પછી આપણે બધા કાશી વિશ્વનાથ ધામપ્રોજેક્ટના લોકાર્પણના સાક્ષી બનીશું. આ પહેલાં મેં કાશીના કોટવાલ કાલ ભૈરવજીનાં દર્શન કર્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here