આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.લાખોનાં ઘરેણાં ખરીદીને UPIથી પેમેન્ટ કરતો, સક્સેસફુલ પેમેન્ટ થયું હોવાનો મેસેજ જ આવતો, પૈસા નહીં

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડા પોલીસે એક એવા હાઈટેક ચોરની ધરપકડ કરી છે, જે એપની મદદથી જ્વેલરી શોપ ઓનર્સને ઠગતો હતો. તેની છેતરપિંડી કરવાની સ્ટાઈલ પણ એકદમ અલગ હતી.

Visit Saurashtra Kranti Homepage here

2. અમદાવાદમાં આજથી યોજાનારા ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવનો કચ્છના કડવા પાટીદારો દ્વારા બહિષ્કાર

ઊંઝા સંસ્થાને સતપંથ સમાજને સામેલ કરતા સનાતનીઓ નારાજ

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજે પત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો

3. સાયબર-અટેકથી પણ પ્લેન અને હેલિકોપ્ટર ક્રેશ કરી શકાય છે, નિષ્ણાતો આપી રહ્યા છે ચેતવણી

સરકાર અને સંરક્ષણ, ફાઇનાન્સ, એનર્જી, ટ્રાન્સપોર્ટ તથા એરોસ્પેસ પર સાયબર-અટેકનું સૌથી મોટું જોખમ

વર્ષ 2019માં US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ એરક્રાફ્ટ્સ અને હેલિકોપ્ટર્સના પાયલોટ્સ માટે અલર્ટ જાહેર કરેલું

4. તાઇવાનના મિલિટરી જનરલ મિંગનું પણ બિપિન રાવતની જેમ હેલિકોપ્ટર તૂટી પડતાં મૃત્યુ થયેલું, ડ્રેગનને જડબાંતોડ જવાબ આપતા હતા

તાઇવાનના મિલિટરી જનરલ શેન યી મિંગ (Shen Yi Ming) સતત ચીનવિરોધી કડક વલણ અપનાવી રહ્યા હતા

તેમનું હેલિકોપ્ટર જાન્યુઆરી,2020માં તૂટી પડ્યું હતું

5. રાજકોટમાં સ્કૂલ-વાન, રિક્ષા અને સ્કૂલ-બસમાં ખીચોખીચ બાળકોને બેસાડાય છે, ઓમિક્રોનની દહેશત વચ્ચે માસૂમના જીવ જોખમમાં મૂકતાં દૃશ્યો

પી.વી.મોદી, પાઠક, ક્રિષ્ના, ભરાડ અને ઉત્કર્ષ સ્કૂલ બહાર કોરોનાને આમંત્રણ આપતાં દૃશ્યો જોવા મળ્યાં

સ્કૂલ-વાન, બસ અને રિક્ષામાં આવતા મોટા ભાગનાં બાળકો માસ્ક વગર જોવા મળ્યાં, વાલીઓમાં ચિંતા વધી

6. LRD ભરતીમાં છેલ્લું પરિણામ બે ભાગમાં તૈયાર કરાશે, અસંતુષ્ટ ઉમેદવારે 15 દિવસમાં માર્ક્સ રી-ચેકિંગની અરજી કરવી પડશે

ઉમેદવારોનું પરિણામ ગૃહ વિભાગ, ડાયરેક્ટર જનરલ, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસને મોકલાશે

પોલીસ ભરતીની હાલમાં શારીરિક કસોટી ચાલી રહી છે. લોકરક્ષક દળની પરીક્ષાની જ વાત કરીએ તો એમાં 10,459 જેટલી પોસ્ટ માટે 9.46 લાખ અરજી આવી છે.

7. રૂપિયો ડોલર સામે ૧૮ મહિનાના તળિયે

૧ ડોલર ખરીદવા માટે આપવા પડશે ૭૫.૫૨ રૂપિયા : નિષ્ણાતોનો મત… રૂપિયો ૭૮ સુધી ગબડશે

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) દ્વારા નીતિગત દરોને યથાવત રાખવાના પણ બેંકીંગ તંત્રમાંથી વધારાની રોકડ ખેંચવાના નિર્ણયના એક દિવસ પછી ગઇકાલે રૂપિયામાં બહુ નરમાશ જોવા મળી અને ડોલરની સામે તે લગભગ ૧૮ મહિનાના નીચલા સ્તર પર આવી ગયો. ડોલરની સામે રૂપિયો ગઇકાલે ૭૫.૫૨ પર બંધ થયો જે એક જુલાઇ ૨૦૨૦ પછી તેનું સૌથી નીચલું સ્તર છે. 

8. સુલતાનપુરમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ : આનંદીબેનનું હેલિકોપ્ટર થઈ રહ્યું હતું લેન્ડઃ હેલિપેડ પર પહોંચી ગયું કૂતરૃં

સદનસીબે કૂતરૃં હેલિકોપ્ટરથી થોડે દૂર રોકાઈ જતાં મોટો અકસ્માત થતા રહી ગયો

 દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતનું ગુરુવારે હેલિકોપ્ટર ક્રેશ થવાથી નિધન થઈ ગયું હતું. આ અકસ્માતની તપાસ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ યુપીના ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હેલિકોપ્ટર સાથે પણ મોટી દુર્ઘટના બનતા રહી ગઈ.

9. હેલિકોપ્ટર ક્રેશના મૃતકોને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત

તમામ મૃતકોને લઈને કાફલો સુલુર એરબેઝ જઈ રહ્યો હતો : કાફલામાં સામેલ એક ચાલકે સ્ટિયરિંગ પરનુ બેલેન્સ ગુમાવતા એમ્બ્યુલન્સ પહાડી સાથે ટકરાઈ ગઈ

Read About Weather here

10. ગોંડલ યાર્ડમાં દોઢ લાખથી વધુ મગફળીની ગુણીની આવક

ગોંડલ માર્કેટ યાર્ડમાં દોઢ લાખથી વધુ મગફળીની બોરીની આવક થઇ છે. યાર્ડ બહાર વાહનોની લાઇનો લાગી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here