વિદ્યાર્થીઓમાંથી નવી નેતાગીરી બહાર આવી રહી નથી: મુખ્ય ન્યાયમૂર્તિ

વિદ્યાર્થીઓમાંથી નવી નેતાગીરી બહાર આવી રહી નથી: મુખ્ય ન્યાયમૂર્તિ
વિદ્યાર્થીઓમાંથી નવી નેતાગીરી બહાર આવી રહી નથી: મુખ્ય ન્યાયમૂર્તિ
સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમણાએ આજે એવો વસવસો વ્યક્ત કરતો હતો કે, છેલ્લા કેટલાય દાયકાઓથી દેશના વિદ્યાર્થી વર્ગમાંથી કોઈ મોટો ખમતીધર નેતા બહાર આવ્યો નથી.

Visit Saurashtra Kranti Homepage here

આઝાદી બાદ સામાજીક સમસ્યાઓ અને મુદ્દાઓ પર વિદ્યાર્થીઓનું ધ્યાન અને કાર્ય ઓછા થતા જાય છે. તેના કારણે આવું બની રહ્યું છે. દેશના આઝાદી જંગમાં વિદ્યાર્થીઓ જ કેન્દ્ર સ્થાને હતા અને આઝાદીની લડાઈનો ચહેરો હતા.

દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ અફસોસ વ્યક્ત કર્યો હતો કે, આજે વિદ્યાર્થીઓને નિવાસી શાળાઓ અને કોચિંગ સેન્ટરમાં ધકેલી દેવામાં આવે છે. જ્યાં તેઓ એક કોચલામાં પુરાઈ જાય છે અને એમની આસપાસ સમાજમાં શું બની રહ્યું છે, એ સત્યથી બેખબર રહે છે.

આવા બંધિયાર અને જેલ જેવા ખાનગી બોર્ડીંગ સ્કૂલ જેવા વાતાવરણમાં યુવાનોની પ્રતિભા ઝંખવાઈ જાય છે. ઉચા પગારની નોકરીઓ મેળવવા માટે માત્ર વ્યવસાયિક અભ્યાસ ક્રમ ઉપર જ અત્યારે ધ્યાન આપવામાં આવે છે.

વિદ્યાર્થીનાં વ્યક્તિત્વનો બહુ આયામી વિકાસ કરતા પ્રાકૃતિક વિજ્ઞાન અને માનવતા જેવા ગુણોની અવગણના કરવામાં આવી રહી છે. આ એક વરવી વાસ્તવિકતા છે. જ્યાં યુનિવર્સિટી કક્ષાનાં ક્લાસરૂમમાં પણ અભ્યાસ ક્લાસરૂમની બહાર જતો નથી. વર્ગખંડની બહારની દુનિયાથી વિદ્યાર્થીઓ વંચિત રહે છે.

દિલ્હીમાં નેશનલ લો-યુનિવર્સિટીનાં પદવીદાન સમારંભમાં બોલતા મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, મૂળભૂત પાયાનાં શિક્ષણથી હજુ એક બહોળો વર્ગ વંચિત છે. શિક્ષણ એક સામાજીક એજન્ડા છે.

શિક્ષિત નાગરિકો હોવા એ કોઈપણ લોકશાહી સમાજ માટે અમુલ્ય સંપતિ ગણાય. હવે આજના શિક્ષિત યુવાનો વંચિત વર્ગ માટે ઉભા થાય એ જોવું જોઈએ. યુવાનો સામાજીક અને રાજકીય રીતે જાગૃત થાય તો શિક્ષણ,

Read About Weather here

પોષણ, આરોગ્ય, સંભાળ, રોટી-કપડાં અને મકાન જેવી પાયાની સમસ્યાઓ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવશે. શિક્ષિત યુવાન સામાજીક વાસ્તવિકતાથી પોતાની અળગા રાખી શકે નહીં.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here