રાષ્ટ્રવીર જનરલ બિપીન રાવતને સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય

રાષ્ટ્રવીર જનરલ બિપીન રાવતને સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય
રાષ્ટ્રવીર જનરલ બિપીન રાવતને સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય

સાંજે દિલ્હી કેન્ટોન્મેન્ટમાં રાવત અને એમના ધર્મપત્ની મધુલિકા રાવતનાં અંતિમ સંસ્કાર; જનરલનાં સહાયક બ્રિગેડીયર લખવિંદર સિંઘ સહિતનાં વીર સપૂતોને અશ્રુભીની આંખે આખરી સલામી; જનરલ રાવતનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નિવાસ સ્થાન લઇ જવાયો, સેંકડો લોકોએ દેશના મહાન યોધ્ધાનાં અંતિમ દર્શન કરી ભાવભેર આખરી સલામી આપી

ભારતીય સેનાનાં સર સેનાપતિ અને મહાન યોધ્ધા દેશના વીર સપૂત જનરલ બિપીન રાવતને આજે સાંજે 4 વાગ્યે સંપૂર્ણ રાષ્ટ્રીય અને મીલીટરી માન-સન્માન સાથે આખરી વિદાય આપવામાં આવશે. સાંજે જનરલ રાવત

Visit Saurashtra Kranti Homepage here

અને એમના ધર્મપત્ની મધુલિકા રાવતનાં દિલ્હી કેન્ટોન્મેન્ટનાં બરાર સ્ક્વેર સ્મશાન ગૃહ ખાતે અશ્રુભીની આંખે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે દિવસ દરમ્યાન દિલ્હી કેન્ટોન્મેન્ટમાં જનરલનાં સુરક્ષા સહાયક બ્રિગેડીયર લખવિંદર સિંઘ લિડ્ડર તથા અન્ય શહીદ

જવાનોને પરિવારજનોની હાજરીમાં અશ્રુભીની આખરી સલામી આપવામાં આવી હતી. સંરક્ષણમંત્રી રાજનાથ સિંઘ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ અને શહીદ જવાનો અને અધિકારીઓનાં પરિવારજનોની હાજરીમાં અંતિમ સંસ્કાર થયા ત્યારે ખૂબ જ ભાવનાપૂર્ણ દ્રશ્યો સર્જાયા હતા.

સવારે સંરક્ષણમંત્રી, દોવાલ અને હરિયાણાનાં મુખ્યમંત્રી એમ.એલ. ખટ્ટરે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જનરલ રાવત અને એમના ધર્મપત્નીનાં નશ્ર્વર દેહ એમના નિવાસી સ્થાને લઇ જવાયા હતા. ત્યાં બપોરે 1:30 વાગ્યા સુધી જનરલનાં પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં શોકાતુર લોકો ઉમટી પડ્યા હતા

અને આંખમાં આસું સાથે દેશના આ નરવીરને લાગણી ભીની આખરી સલામી આપી હતી. અત્યારે સુધીમાં જનરલ રાવત, મધુલિકા રાવત, લખવિંદર સિંઘ અનેલાન્સનાયક વિવેક કુમારનાં મૃતદેહોની ઓળખ થઇ ચુકી છે.

અન્ય નવ જવાનોનાં મૃતદેહોની ઓળખની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. દરમ્યાન આ ખૂબ જ કરૂણ હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી બચી ગયેલા એક માત્ર જવાન ગ્રુપ કેપ્ટન વરૂણસિંઘને વધુ સારવાર માટે બેંગ્લોરની એરફોર્સ કમાન્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગુરૂવારે રાત્રે વડાપ્રધાને પાલમ એરપોર્ટ જઈ તમામ શહીદોનાં પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને માથું ઝુકાવીને ભાવપૂર્વક શહીદોને વંદન કર્યું હતું. એ પછી વડાપ્રધાન શહીદોનાં પરિજનોને મળ્યા હતા અને દુ:ખ અને સંવેદનાની લાગણી વ્યક્ત કરી હતી.

ત્યારે પરિજનોની આંખો ઉભરાઈ આવી હતી. વડાપ્રધાન ખૂબ જ શોકમગ્ન દેખાયા હતા. દરમ્યાન આજે સંપૂર્ણ લશ્કરી અને રાષ્ટ્રીય સન્માન સાથે 4 વાગ્યાનાં સુમારે જનરલ રાવતને રાષ્ટ્ર ભાવપૂર્ણ આખરી વિદાય આપશે.

સવારે દિલ્હી કેન્ટોન્મેન્ટમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી, ભાજપનાં અગ્રણી રવિશંકર પ્રસાદ, રામદાસ આઠવલ્લે, મલ્લિકાર્જુન ખડગે સહિત તમામ પક્ષનાં ટોચનાં નેતાઓએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને આખરી સલામી અર્પી હતી.

સાંજે જનરલ રાવતને આર્મી પ્રોટોકોલ મુજબ 17 તોપોની સલામી આપવામાં આવશે. એ પછી સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દરમ્યાન ભારતીય વાયુ સેનાએ નકામી અટકળોથી બચવા અને આધાર વગરનાં અનુમાનો નહીં કરવાની અપીલ કરી છે.

વાયુ સેનાનાં પ્રવક્તાએ જાહેર કર્યું છે કે દુર્ઘટનાની ઊંડી તપાસ માટે ત્રિસેવા કોર્ટ ઓફ ઈન્કવાયરીની રચના કરવામાં આવી છે. તપાસ બાદ અહેવાલ જાહેર કરવામાં આવશે. શહીદોનું સન્માન જાળવવાની જરૂર છે.

Read About Weather here

દુર્ઘટના અંગે આધાર વગરનાં અનુમાનો અને અટકળો કરવા ન જોઈએ. વાયુ સેનાએ જણાવ્યું છે કે તપાસ ઝડપથી પૂરી કરીને તથ્યો બહાર લાવવામાં આવશે. અત્યારે તપાસ વેગ પૂર્વક ચાલી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here