મેં તો બચી હું મેરા ક્યાં દોષ હે…!

મેં તો બચી હું મેરા ક્યાં દોષ હે...!
મેં તો બચી હું મેરા ક્યાં દોષ હે...!
જોકે પીડિતાની દૃષ્ટિએ અને એમાં પણ માસૂમ બાળકીઓના કેસમાં જોઇએ તો તેને જીવનભર ન ભુલાય એવી અસહ્ય વેદનામાંથી પસાર થવું પડતું હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

બળાત્કારના ગુનાઓમાં કોર્ટ લાલ આંખ કરીને આરોપીઓને જન્મટીપ કે ફાંસીની સજા ગણતરીના દિવસોમાં આપતી થઈ છે. ત્યારે પીડિતાને ઝડપી ન્યાય મળતો થયો છે.  

3 વર્ષ અગાઉ ડિંડોલીમાં આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં સાડાચાર વર્ષની બાળકી પર હેવાને કરેલા બળાત્કાર બાદ ફૂલસમી બાળકીની આખી જિંદગી વેરવિખેર થઈ ગઇ.

આ દર્દનાક ઘટના બાદ તેના શરીરે 8 ઓપરેશન થઇ ગયાં છે, 200 ટાંકા લેવાયા છે અને 7 દિવસ બાદ 9મું (પ્લાસ્ટિક સર્જરી)ઓપરેશન થવા જઇ રહ્યું છે.

ઘડી-ઘડીએ આ બાળકી કણસી રહી છે. માતા-પિતા 24 કલાક બાળકની નજર સામે તડપતી જોઇને લોહીના આંસુએ રડી રહ્યા છે.

3 વર્ષ સુધી બાળકી માત્ર સૂઇ જ શકતી હતી. બાદમાં તેને ટાયર પર બેસાડવાની શરૂઆત થઇ. યોગ થેરપી અપાઈ. અમેરિકા સહિતના ડોકટરોના અભિપ્રાય લઇ ઓપરેશનો કરાયાં.

હવે બાળકી માતા બનશે કે કેમ એ અંગે પ્રશ્નાર્થ છે.2018માં ડિંડોલીમાં સાડાચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનારા આરોપી રોશન ભૂમિહારને કોર્ટે આજીવન જેલની સજા આપી હતી, પરંતુ બાળકીનું જીવન બરબાદ થઈ ગયું હતું.

Read About Weather here

તમામ ખર્ચ ઉઠાવનાર વકીલ પ્રતિભા દેસાઈ કહે છે, બાળકી 3 વર્ષ હાજત કરી શકી નહોતી. આરોપીએ હોઠ કરડી ખાધો હતો. બચકાં ભર્યાં હતાં.  બંને ઇન્ટરનલ પાર્ટ એક થઇ ગયા હતા. 200 ટાંકા લેવાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here