રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચોક્કસ એજન્સી દ્વારા કર્મચારીઓનાં શોષણની ગંભીર ફરિયાદ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

દિલ્હી સુધી ધા નાખશે, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘનાં રાજકોટનાં આગેવાનો; સિવિલનાં કર્મચારીઓની ફરિયાદ સાંભળવા આગેવાનોને દિલ્હીનું તેડું
ડી.જે.નાકરાણી અને એમ.જે. સોલંકી એજન્સી દ્વારા કર્મીઓનું આર્થિક, માનસિક શોષણનો આક્ષેપ

અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘનાં રાજકોટ એકમનાં પ્રમુખ કિરણ.ડી.વાઘેલા અને અન્ય હોદ્દેદારોએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચોક્કસ પેધી ગયેલી એજન્સી દ્વારા કામદારોનું આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું હોવાની ગંભીર ફરિયાદ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે છેક દિલ્હી સુધી અવાજ પહોંચાડવામાં આવનાર છે. રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગે દિલ્હીનું તેડું મોકલાવ્યું હોવાથી કિરણ વાઘેલા અને તેમની ટીમ તા.10 ને શુક્રવારે રજૂઆત માટે દિલ્હી જઈ રહી છે.

મજદૂર સંઘનાં રાજકોટ શહેર એકમનાં હોદ્દેદારોએ એક નિવેદનમાં ગંભીર ફરિયાદ કરી છે કે, સિવિલ હોસ્પિટલમાં ઘણા વર્ષોથી કર્મચારીઓ પર હકુમત ચલાવીને મનમાની કરવામાં આવી રહી છે.

રાજકીય વગ ધરાવતી એજન્સીનાં સંચાલકો રાજકીય વગ ધરાવતા હોવાથી કલેકટર અને સિવિલ સર્જનને પણ મચક આપતા નથી. એવો ચોંકાવનારો આક્ષેપ આગેવાનોએ કર્યો છે.

નિવેદનમાં જણાવ્યું છે કે, જિલ્લા કલેકટર અને હોસ્પિટલ સુપ્રીનટેનડન્ટ જેવા ઉચ્ચ અધિકારીઓએ ખૂદ દિવાળી પહેલા કર્મચારીઓને યોગ્યતા પ્રમાણે ફરજ પર લઇ લેવા અને પુરતો પગાર તથા બોનસ આપવા એજન્સીને આદેશ કર્યો હતો.

પણ મનમાની કરતા એજન્સી સંચાલકો ઉચ્ચ અધિકારીઓનાં આદેશને પણ ચા નાં ઘૂંટડાની જેમ પી ગયા છે. એજન્સીએ જોહુકમી કરીને કર્મચારીઓને કપાત પગાર ચૂકવ્યો છે.

રાજકોટ પાંખનાં હોદ્દેદારો કિરણ વાઘેલા અને એમની ટીમે એવો પણ આક્ષેપ કર્યો છે કે એજન્સીનાં સંચાલકો કર્મચારીઓ પર રાજકીય વગ વાપરી અવારનવાર ધાકધમકી આપે છે. સફાઈ કામદારોને પુરતો પગાર ચૂકવાતો નથી. ગણવેશનાં પુરા પૈસા લઈને બદલામાં નુકશાનીવાળા ડ્રેસ ધાબડી દેવામાં આવે છે.

કર્મચારીઓનાં પીએફ, ઈએસઆઈ જેવા પ્રશ્ર્નો પણ અણઉકેલ છે. મન પડે ત્યારે છુટા કરી દેવાય છે. આ રીતે સિવિલ હોસ્પિટલમાં બે જ એજન્સી પેધી ગઈ છે અને હિટલર શાહી ચલાવી રહી છે.

આથી સ્થાનિક પ્રમુખ કિરણ વાઘેલા અને એમની ટીમનાં સાથીઓ આ બંને એજન્સીઓ વિરૂધ્ધ રજૂઆત કરવા માટે તા. 10 ને શુક્રવારે દિલ્હી જઈ રહ્યા છે.રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ સમક્ષ બંને એજન્સીઓ સામે ફરિયાદ કરવામાં આવશે અને કર્મચારીઓનાં પ્રશ્ર્નોની વિગતો રજુ કરવામાં આવશે.

Read About Weather here

સ્વચ્છ ભારતનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલું સપનું સાકાર કરવા માંગતા સફાઈ કામદારોનું સ્થાનિક એજન્સીનાં સંચાલકો આર્થિક અને માનસિક શોષણ કરી રહ્યા છે અને વડાપ્રધાનનાં સપનાને નેસ્તનાબૂદ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. પણ સફાઈ કર્મીઓ જરાય ચલાવી લેશે નહીં.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here