ગુજરાતમાં દુષ્કર્મનાં આરોપીઓનાં ફોટા અને સજાની વિગતો દર્શાવતા હોર્ડીગ્ઝ જાહેરમાં મુકાશે

ગુજરાતમાં દુષ્કર્મનાં આરોપીઓનાં ફોટા અને સજાની વિગતો દર્શાવતા હોર્ડીગ્ઝ જાહેરમાં મુકાશે
ગુજરાતમાં દુષ્કર્મનાં આરોપીઓનાં ફોટા અને સજાની વિગતો દર્શાવતા હોર્ડીગ્ઝ જાહેરમાં મુકાશે

હવે ખરેખર પાપ છાપરે ચડીને પોકારશે
દાખલો બેસાડવા માટે અનુકરણીય નવો ઉપાય જાહેર કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

સુરત સહિત ગુજરાતનાં મહાનગરો અને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં માસુમ બાળકીઓ સાથે દુષ્કર્મની વધતી જતી નિંદનીય ઘટનાઓને પગલે ગુજરાત સરકાર ચોંકી ઉઠી છે અને આગામી સમયમાં આવી ઘટનાઓ પર રોક લગાવવા માટે આ સેક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

એટલું જ નહીં આવા દુષ્કૃત્ય આચરનારાઓને કાયમી યાદ રહી જાય એવો પાઠ ભણાવવા માટે એવું નવતર પગલું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે

કે, દુષ્કર્મનાં આરોપીઓનાં કરતૂતોની વિગતો, ફોટા અને આરોપીને થયેલી સજાની વિગતો સાથેનાં મોટા-મોટા હોર્ડીગ્ઝ રાજ્યભરમાં લગાડવામાં આવશે. ભવિષ્યમાં આ પ્રકારનાં ગુન્હા બને નહીં એ માટે દાખલો બેસાડવા સરકારે આરોપીઓનાં નામ તથા સજાની વિગતો ફોટા સાથે જાહેર જનતા સામે મુકવાનું નક્કી કર્યું છે.

રાજ્યમાં માસુમ બાળાઓ પર થતા જાતિય અત્યાચારો અને હત્યાની ઘટનાઓને સરકારે ગંભીરતાથી લીધી છે. સુરત જેવા કેસોમાં ઝડપી ટ્રાયલ ચલાવીને આરોપીને આકરી સજા ફટકારવામાં આવી છે. તેનાથી પોલીસનું મનોબળ પણ વધ્યું છે.

Read About Weather here

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દુષ્કર્મનાં મોટાભાગનાં કેસમાં એવું જણાયું છે કે આરોપીઓ પોર્ન ફિલ્મો જોઇને પાશવી કૃત્ય આચરતા હોય છે. હવે મોબાઈલની દુકાનો પર ચાપતી નજર રાખવામાં આવશે. આવી ફિલ્મો ડાઉનલોડ કરનારા દુકાનદારો પર નજર રાખી પોલીસ કડક કાર્યવાહી કરશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here