કેન્દ્રીય કેબિનેટની ઇમરજન્સી બેઠક, વડાપ્રધાનને માહિતગાર કરાયા

કેન્દ્રીય કેબિનેટની ઇમરજન્સી બેઠક, વડાપ્રધાનને માહિતગાર કરાયા
કેન્દ્રીય કેબિનેટની ઇમરજન્સી બેઠક, વડાપ્રધાનને માહિતગાર કરાયા
તમિલનાડુમાં ઉટી પાસે કુન્નુરના જંગલોમાં ભારતીય સેનાના સીડીએસ જનરલ બિપીન રાવતનું એમઆઇ-17 આર્મી હેલીકોપ્ટર તુટી પડયાની ઘટના બાદ તરંત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબીનેટની ઇમજન્સી બેઠક યોજાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દુઘર્ટનાની વિગતોથી વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. રાષ્ટ્રપતિને પણ દુઘર્ટના અંગે જાણ કરવામાં આવી છે.બપોર બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સંસદમાં ખાસ નિવેદન આપી દુઘર્ટના અંગે દેશને જાણકારી આપશે.

કહેવાય છે કે, ગંભીર હાલતમાં બિપીન રાવતને ભારતીય સેનાની વેલીન્ટન હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ખુબ ખરાબ રીતે સળગી ગયેલા પાંચ મૃતદેહો મળી આવ્યા છે.

રાવતના ધર્મપત્ની મધુલીકા રાવત અંગે પણ અને તેઓ જીવતા છે કે કેમ? એ અંગે સંરક્ષણ મંત્રાલય દ્વારા હજુ મૌન જાળવવામાં આવ્યું છે. નીલગીરીની પહાડીઓમાં આ દુઘર્ટના સર્જાઇ હતી. સવારે 12:20 વાગ્યે આસપાસના ગામોના કેટલાક લોકોએ હેલીકોપ્ટર તુટી પડેલુ જોઇને જિલ્લા તંત્રને માહિતી આપી હતી.

63 વર્ષની વયના જનરલ રાવત જાન્યુઆરી 2019માં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હોદ્ા પર આરૂઢ થયા હતા. લશ્કરની ત્રણેય પાંખ વચ્ચે સંકલન કરવા મોદી સરકારે ખાસ આ હોદ્ો ઉભો કર્યો છે.

Read About Weather here

છેલ્લે મળેલા અહેવાલ મુજબ હેલીકોપ્ટરમાં કુલ 14 લોકોમાંથી કુલ 11 લોકોના મૃત્યુ થઇ ગયા છે. તમામ 11ના મૃતદેહો મળી આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here