માતા મમતાનો માર્ગ ભૂલી…!

માતા મમતાનો માર્ગ ભૂલી...!
માતા મમતાનો માર્ગ ભૂલી...!
બાળક ભારે તરફડિયા મારતો હતો અને માતા ત્યાં જ ઊભી રહીને તેને ડૂબતો જોઈ રહી હતી. જ્યારે તેને વિશ્વાસ થયો કે બાળક મરી ગયું છે ત્યારે ત્યાંથી દૂર ગઈ હતી. મહારાષ્ટ્રના લાતૂરમાં એક ન માની શકાય તેવી ઘટના સામે આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીં એક મહિલા કુમાતા બનતાં પોતાના 2 વર્ષના બાળકને કુંવામાં ફેંકી દીધો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર બી.આર.શેજાલે જણાવ્યું કે માયા પાંચાલ (25) પર પતિ વેંકટ પાંચાલે પુત્ર સંપતની હત્યાનો આરોપ લગાવ્યો છે. માયાની ધરપકડ કરવામાં આવી છે અને તેને પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે.

પોલીસના જણાવ્યા મુજબ વેંકટ પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે અને સોમવારે તે કોઈ કામથી બહાર ગયો હતો. પરત ફર્યો ત્યારે તેને પત્નીને પોતાના પુત્ર વિશે પૂછ્યું. જે અંગે મહિલાએ કહ્યું કે તેને પોતાના બાળકને કુંવામાં ફેંકી દીધું છે.

મહિલાનો આવો જવાબ સાંભળીને વેંકટના માથા પર જાણે વીજળી ત્રાટકી હોય તેમ દિગમૂઢ થઈ ગયો. જે બાદ ભાનમાં આવતા તેને આ અંગે પોલીસને ફરિયાદ કરી. પોલીસે જણાવ્યું કે મહિલાની હાલતને જોતા એવું લાગી રહ્યું છે કે તેની માનસિક હાલત સારી નથી.

પુત્રની હત્યા પછી તે ઘણે મોડે સુધી કુંવાની પાસે જ બેઠી રહી હતી. ઘટનાના 8 દિવસ પહેલાં જ બંને વચ્ચે મારામારી થઈ હતી. બંનેના લગ્ન પાંચ વર્ષ પહેલાં જ થયા હતા અને બંનેનું એક જ બાળક હતું.

. Read About Weather here

પરિવારના જણાવ્યા મુજબ વેંકટ અને માયા વચ્ચે સતત ઝઘડાઓ થતા હતા. પોલીસનું એવું માનવું છે કે હત્યા પાછળ બંને વચ્ચેના ઝઘડા પણ એક કારણ હોય શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here