આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.સુરતમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારા બીજા નરપિસાચને ફાંસીની સજા, ગુડ્ડુ યાદવ પહેલાં અનિલ યાદવે બાળકીને પીંખી હતી

સુરત સેશન્સ કોર્ટ દ્વારા આજે અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીને સજા ફટકારવામાં આવી છે. પોર્ન વીડિયો જોયા બાદ દિવાળીના દિવસે અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી આંતરડાં બહાર નીકળી જાય એવી બર્બરતા દાખવીને હત્યા કરનાર આરોપીને કોર્ટે માત્ર 29 દિવસમાં જ ફાંસીની સજા સંભળાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

2. નડિયાદના પટેલ યુવકની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા; પુત્રીએ જન્મદિવસે જ પિતા ગુમાવ્યા, પરિવારમાં ભારે આક્રંદ

મૃતક અમિત પટેલ બેંકમાં નાણાં ભરવા માટે ગયો હતો ત્યારે બનાવ બન્યો

મૃતક અમિત પટેલ અમેરિકામાં પોતાનું ગેસ સ્ટેશન ધરાવે છે

ખેડા-આણંદ જિલ્લામાંથી હજારો, લાખો લોકો પરદેશ વસવાટ કરે છે, માટે આ વિસ્તારને NRIનું હબ ગણવામાં આવે છે

3. અમદાવાદમાં ક્યાંક ગેંગ વોર તો ક્યાંક જાહેરમાં હત્યા, એક જ દિવસમાં બે લોહીલુહાણ ખેલ ખેલાયા છતા પોલીસ નબળી હોય તેવી સ્થિતિ

અમદાવાદનું અમરાઈવાડી ગુનાનું હબ બન્યું, હત્યા અને ગેંગવોર સામે પીઆઈ નિષ્ફળ

અગાઉ અમરાઈવાડીના જુના પીઆઇને ડિસમિસ કરવામાં આવ્યાં, હવે નવા પીઆઈના કન્ટ્રોલ બહાર સ્થિતિ

4. મહેતા..’ના ‘જેઠાલાલ’ દિલીપ જોષીની દીકરીના લગ્ન કાલે નાશિકમાં થશે, કંકોત્રીની પહેલી ઝલક

હાલમાં કેટરીના કૈફ-વિકી કૌશલ, અંકિતા લોખંડે-વિકી જૈનના લગ્નની ચર્ચા છે. આ દરમિયાન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ દિલીપ જોષીની દીકરી નિયતિના લગ્નની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. 

5. સુધરી જજો, નહીં તો બદલી નાખવામાં આવશો, બાળકો જેવો વ્યવહાર ન કરો

ભારતીય જનતા પાર્ટી (BJP)ની પાર્લમેન્ટરી મીટિંગમાં PM મોદીએ પાર્ટીના દરેક સાંસદને ચેતવણી આપી છે. ગૃહમાં ગેરહાજર રહેનારા સાંસદોને તેમણે કહ્યું હતું કે તમે જાતે જ તમારા વર્તનમાં સુધારો લાવો, નહીં તો અમે સુધારો લાવીશું. 

6. ડિજિટલ કારોબારથી દેશના જીડીપીમાં ૧૧ વર્ષોમાં ૧.૧ લાખ કરોડ ડોલરની વૃધ્ધિ થશે : રિપોર્ટમાં દાવો

ભારત વેબ ૩.૦ અપનાવીને ડિજિટલ સંપતિની તકોનો લાભ ઉઠાવી શકે છે

ડીજીટલ ધંધાથી દેશના જીડીપીમાં ૧૧ વર્ષોમાં ૧.૧ લાખ કરોડ ડોલરનો વધારો થશે. અમેરિકા-ભારત રણનીતિક એવં ભાગીદારી મંચ (યુએસઆઇએસપીએફ) અને ક્રોસ્ટાવરે સોમવારના રિપોર્ટમાં દાવો કર્યો છે કે આ દરમ્યાન ભારતની કુલ આર્થિક વૃધ્ધિમાં ૧.૧ લાખ કરોડ ડોલરનો વધારો એવા ડીજીટલ સંપતિના ધંધાથી થઇ શકે છે જેની હજુ શરૂઆત નથી થઇ.

7. મદુરાઈમાં આવેલા RSS ના કાર્યાલયમાં મૃતક ગાયનું માથું ફેકવાનો આરોપ : ચાર મુસ્લિમ યુવાનોની ધરપકડ : પોલીસ કસ્ટડી દરમિયાન જુલમ ગુજાર્યો હોવાની ફરિયાદ થતા ચારે આરોપીઓને એક એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો તામિલનાડુ સરકારને હ્યુમન રાઇટ્સ કમિશનનો આદેશ

મદુરાઈમાં આવેલા RSS ના કાર્યાલયમાં મૃતક ગાયનું માથું ફેકવાના આરોપસર ચાર મુસ્લિમ યુવાનોની ધરપકડ કરાઈ છે. પોલીસ કસ્ટડી દરમિયાન તેમના ઉપર જુલમ ગુજરાયો હોવાની ફરિયાદ થતા હ્યુમન રાઇટ્સ કમિશને ચારે આરોપીઓને એક એક લાખ રૂપિયાનું વળતર ચૂકવાનો આદેશ કર્યો છે.

8. સેનાએ સંદિગ્ધ સમજીને ફાયરિંગ કર્યું : ગૃહ મંત્રી અમિત શાહ

નાગાલેન્ડમાં ફાયરિંગના મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન : સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ સંભાળવા પ્રયાસ, વિસ્તારમાં તણાવ વ્યાપેલો છે પરંતુ સ્થિતિ કાબૂમાં

9. ભારત-પાક. સરહદે બાળક જન્મતા બોર્ડર નામ રાખ્યું

૭૦ દિવસથી દંપતી અટારી સરહદ પર ફસાયું હતું : સ્થાનિક લોકોએ દંપતિને ઘણી સુવિધા કરી આપી અને નવજાત બાળક માટે મેડિકલની વ્યવસ્થા પણ કરી હતી

Read About Weather here

10. અમદાવાદ સિંધુ ભવન રોડ પર લગ્ન પ્રસંગમાં ગયેલા ભાવનગરમાં 13 લોકો કોરોના પોઝિટીવ

છેલ્લા બે દિવસમાં કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા:૧૫ પૈકી ૧૩ કેસ અમદાવાદ લગ્ન પ્રસંગે જઇને પરત આવેલાની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here