ડેપ્યુટી કલેકટરની કાર થાંભલામાં ભટકાઈ…!

ડેપ્યુટી કલેકટરની કાર થાંભલામાં ભટકાઈ...!
ડેપ્યુટી કલેકટરની કાર થાંભલામાં ભટકાઈ...!
વિશ્વ વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે અન્ય 36 આકર્ષણ પણ એમાં ઊભાં કરાયાં છે. આટલું જ નહીં, વિશ્વ પર્યાવરણ દિવસે PM નરેન્દ્ર મોદીએ કેવડિયાને દેશની પ્રથમ ઇલેક્ટ્રોનિક વ્હીકલ સિટી જાહેર કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીને કારણે વિશ્વકક્ષાનું નંબર વન ફેમિલી ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે.  એ બાદ હજી તમામ વાહનો બેટરી આધારિત દોડતાં થઈ રહ્યાં છે. ઇ-રિક્ષા સ્થાનિક મહિલાઓને તાલીમ આપી 55 જેટલી દોડી રહી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિકાસ સત્તા મંડળના અધિકારીઓને ઇ-કાર ફળવવાનો શરૂઆત પણ કરી દેવાઈ છે. અને ઇ-સિટીમાં પહેલો ઇ-કારનો અકસ્માત પણ સામે આવ્યો છે.

જેમાં SOU ના ડેપ્યુટી કલેકટરની જ ઇ-કાર અકસ્માતગ્રસ્ત બની હતી. જોકે નાયબ કલેકટરની કારને અકસ્માત થયો ત્યારે કારમાં તે હતા કે નહીં કે ડ્રાઇવર એકલો જ હતો સહિતની વિગતો બહાર આવી નથી.

SOU ડે. કલેકટરની ઇલેક્ટ્રિક કાર વીજ થાંભલા સાથે ભટકાતા વીજ પોલ તૂટી ગયો હતો. સાથે જ કારના આગળના ભાગે પણ નુકસાન થયું હતું. આ અંગે કોઈ ફરિયાદ નોંધાઇ નથી.

સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને કેવડીયા વચ્ચે દોડતી ઇલેક્ટ્રિક ઓટો રિક્ષાને શુક્રવારે બપોરે નવાગામ પાસે અકસ્માત થતાં રીક્ષા મુખ્ય માર્ગ નીચે ખાબકી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી.

ત્યારે નવાગામ પાસે પહોંચતા અચાનકજ પોતાના વાહન ઉપર કંટ્રોલ ગુમાવતાં મુખ્ય માર્ગ ઉપર થી રીક્ષા રોડ ની સાઈડ ઉપર દશેક ફૂટ જેટલી નીચે ઊતરી ગઈ હતી.

જોકે આ અકસ્માતમાં નજીકનાં જ કોઠી ગામની રિક્ષાચાલક યુવતીનો આબાદ બચાવ થયો હતો.મહિલા ચાલક એક્લી આ રિક્ષામાં હતી અને અકસ્માત સર્જાયો હતો.

Read About Weather here

કોઠી ગામની એક મહિલા રિક્ષાચાલક પોતાની રીક્ષામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા આવેલ પ્રવાસીઓને સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે છોડી કેવડીયા તરફ પરત ફરી રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here