આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.મામાના લગ્ન માણવા કેનેડાથી આવેલા ચાર વર્ષીય ભાણેજનું કાર નીચે ચગદાતાં મોત, લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો

આઇ-10 કારે સોસાયટીના પાર્કિંગમાં રમી રહેલા ચાર વર્ષીય બાળકને ટક્કર મારી

લગ્નની ખરીદી કરવા નીકળેલો પરિવાર ટેક્સીની રાહ જોતો હતો

Visit Saurashtra Kranti Homepage here

2. ચાર ખેલાડી અને બે નામ, અશ્વિને પોતાના કેમેરામાં ક્રિએટિવિટી કેદ કરી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ બાદ એક કમાલની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. બંને ટીમના ચાર ખેલાડી એકસાથે પોતાની જર્સીનાં નામ બતાવતા નજરે આવી રહ્યા છે. ચારેય ખેલાડીઓનાં નામ ભેગા કરીને ટીમ ઈન્ડિયાના બે ખેલાડીનાં નામ બની રહ્યાં છે.

૩. ગુલાબની પાંખડીઓથી મહેમાનોનું સ્વાગત થશે; કર્ણાટક-થાઇલેન્ડથી શાકભાજી તો મુંબઈથી ક્રોકરી આવી

વિકી 9 ડિસેમ્બરે બપોરે 1 વાગે સહેરો બાંધશે, 3 વાગે મંડપમાં આવશે

વિકી કૌશલ તથા કેટરીના કૈફ સોમવાર, 6 ડિસેમ્બરની રાત સુધી સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ આવશે. અહીં ફતેહ દરવાજા આગળ મહેમાનોનું સ્વાગત ગુલાબની પાંખડીઓની વર્ષાથી થશે. આ સાથે જ સારંગી પર રાજસ્થાની લોકગીતની ધૂન વાગશે.

4. સુરતમાં પોર્ન ફિલ્મો જોઈ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યો, આવતીકાલે સજા સંભળાવાશે

પોલીસે 246 પાનાંની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ન્યાયિક કાર્યવાહી શરૂ થઈ હતી

સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યાના કેસમાં આજે કોર્ટમાં ચુકાદો સંભળાવ્યો છે. એમાં કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને દોષિત જાહેર કર્યો છે. આવતીકાલે કોર્ટ આરોપીને સજા સંભળાવશે. 

૫. શું તમે વિદેશ જવા માંગો છો તો પહેલા આટલુ જરુર કરો

ભારતે ગાઈડલાઈન્સ જારી કરી છે. જેમાં કોરોના ટેસ્ટથી માંડીને અન્ય વસ્તુઓ પણ શામેલ છે. વિદેશ યાત્રા માટે તમારે પાસપોર્ટને કોરોના વેક્સિન સર્ટિફિકેટ સાથે લિંક કરાવવુ જરૂરી છે

કોરોના વાયરસે લગભગ આખી દુનિયાને પોતાના ઝપેટમાં લઈ લીધી છે. ભારતમાં પણ કોરોનાની બે લહેર જોવા મળી. જેના કારણે ભારે તબાહી મચી ગઈ. જ્યાં એક તરફ લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તો બીજી તરફ આ વાયરસના કારણે ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. હાલની સ્થિતિમાં આપણી પાસે કોરોનાથી બચવાનો એક જ વિકલ્પ છે. 

6. અમેરિકાના પ્રતિબંધોને નજર અંદાજ કરીને ભારત રશીયાને આપશે મોટો શસ્‍ત્ર ખરીદીનો ઓર્ડર આપ્‍યો

‘રશિયા પાસેથી S-400 સિસ્ટમની ડિલીવરી માટે 5 ઓક્ટોબર 2018 ના રોજ એક કરાર કરવામાં આવ્યો હતો: S-400 મિસાઇલ સિસ્ટમના ભારતીય વાયુસેનામાં સામેલ થતાં એર ડિફેન્સ સિસ્ટમ માં ઉલ્લેખનીય વધારો થશે

૭. મોરબીમાં રાજકોટ નાગરિક બેંકના કર્મચારીએ ખાતા ધારકોના ૧.૯૨ કરોડની ઉચાપત કરી

કર્મચારી પ્રકાશ નકુમ ૨૦૧૯ થી ૨૦૨૧ દરમિયાન ૫૯ ખાતા ધારકોના રૂપિયા ચાઉ કરી જતા પોલીસમાં ફરિયાદ

મોરબીમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કના કર્મચારી એ તેની નોકરી દરમિયાન ખાતેદારો પાસેથી નાણા લઈને બેંકમાં ખોટી એન્ટ્રી કરી ખોટા ખાતામાં રકમ જમા કરી ચેકમાં પોતાની સહી કરી નેટ બેન્કિંગ ચાલુ કરી ૧.૯૨ કરોડના નાણાની ઉચાપત કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

8. પ્રેમ સંબંધમાં આડખીલીરૂપ પતિની સોપારી આપી પત્નીએ કરાવી હત્યા : મૃતદેહનો ઉતાર્યો વીડિયો

છાતીમાં દેખાઈ રહેલા ગોળીઓના નિશાન અને લોહીની તસવીરો લેતી હતી :મૃતકના સંબંધીઓને આ વાત વિચિત્ર લાગતા પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો

બિહારના ગયા જિલ્લામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પત્નીએ જ સોપારી આપીને પતિની હત્યા કરાવી છે. આ ઘટના બાદ શોક વ્યક્ત કરવાને બદલે તેણે તેનો વીડિયો બનાવ્યો હતો

9. ૨૯૪ કરોડઃ માસ્ક ન પહેરવાનો પ્રજાએ ભર્યો દંડ

દોઢ વર્ષમાં ૪૧.૬૦ લાખ દંડિતઃ કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રીથી ફરીથી હાથ ધરાશે માસ્ક ડ્રાઇવ : કોરોના મહામારીની બે લહેર જોયા બાદ પણ લોકો નથી કેળવી રહ્યા માસ્ક પહેરવાની આદત

કોવિડ-૧૯ની બે ભયાનક લહેર જોયા બાદ પણ, ગુજરાતીઓ સતત માસ્કના નિયમને અવગણી રહ્યા છે, જે માસ્ક વગર રસ્તા પરથી પકડાયેલા લોકો પાસેથી વસૂલવામાં આવેલા દંડના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. 

Read About Weather here

10. કોંગ્રેસ નેતૃત્વને ના સાંભળવાની આદત નથીઃ સૂચનને વિદ્રોહ સમજે છે

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે ફરી પક્ષના નેતૃત્વ સામે તીખા બાણ છોડયા : રાહુલ અને પ્રિયંકાના નેતૃત્વ ઉંપર સવાલ ઉંઠાવ્યાઃ વર્તમાન પેઢી સૂચનો ધ્યાને લેતી નથીઃ નબળો વિપક્ષ સત્તાધારી પક્ષને ફાયદો પહોંચાડે છેઃ નેતૃત્વને સિનીયર નેતાઓની પડી નથી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here