સાબરમતીનાં તટ પર વિકાસની વણથંભી વણઝાર

સાબરમતીનાં તટ પર વિકાસની વણથંભી વણઝાર
સાબરમતીનાં તટ પર વિકાસની વણથંભી વણઝાર

60 નવી ઈલેક્ટ્રીક બસો અમદાવાદનાં માર્ગો પર દોડતી થઇ

નવી બસ અને સ્માર્ટ હેરીટેજ મોબાઈલ એપનું મુખ્યમંત્રીનાં હસ્તે લોન્ચિંગ

સાબરમતીનાં તટ પર વિકાસની વણથંભી વણઝાર ચાલી રહી છે.

અમદાવાદમાં 711 કરોડનાં વિકાસ પ્રકલ્પોને ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીલીઝંડી આપી હતી. શહેરનાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું અને ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રદુષણ મુકત અને આધુનિકતાનાં સમન્વય જેવી 60 નવી ઈલેક્ટ્રીક બસોને મુખ્યમંત્રીએ લીલીઝંડી આપી હતી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસનાં ધ્યેયને વરેલી રાજ્ય સરકારે શહેરો અને ગામડાઓને સુવિધા યુક્ત બનાવવા માટે અનેકવિધ પગલા લીધા છે. જ્યાં માનવી ત્યાં સુવિધા પહોંચાડવા સરકારે કમર કસી છે.

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને પૂર્ણ કરવાની નેમ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે હાથ ધરાયેલા વિવિધ વિકાસ પ્રકલ્પોનાં ઈ-બસનું લોકાર્પણ ટકાવ વિકાસનાં નિર્ધારને વેગવંતુ બનાવશે.

Read About Weather here

તેમણે કહ્યું હતું કે, અમદાવાદમાં ઐતિહાસિક વિક્ટોરિયા ગાર્ડનનું રી-ડેવલોપમેન્ટ કરવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજનાનાં લાભાર્થીઓને પ્રતિક રૂપે સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીનાં હસ્તે અમદાવાદ હેરીટેજ સીટીનો પરિચય આપતી મોબાઈલ એપનું લોન્ચિંગ કરાયું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here