‘જવાદ’ વાવાઝોડાથી બચવા આંધ્ર-ઓરિસ્સામાં હજારો લોકોનું સ્થળાંતર

‘જવાદ’ વાવાઝોડાથી બચવા આંધ્ર-ઓરિસ્સામાં હજારો લોકોનું સ્થળાંતર
‘જવાદ’ વાવાઝોડાથી બચવા આંધ્ર-ઓરિસ્સામાં હજારો લોકોનું સ્થળાંતર

એનડીઆરએફ સહિતની 64 ટીમો તૈનાત, રવિવારે ચક્રવાત ત્રાટકવાની શક્યતા: જાન-માલની સુરક્ષા માટે આગમચેતીનાં પગલા સાથે રાજ્ય સરકારો સજ્જ

બંગાળનાં અખાતમાં આગળ વધતું જવાદ નામનું વાવાઝોડું તા. 5 ડિસેમ્બરને રવિવાર સુધીમાં ઓરિસ્સા અને આંધ્રપ્રદેશનાં કાંઠા પર ત્રાટકે તેવી શક્યતા છે. આગમચેતીનાં પગલા લેવાય રહ્યા છે અને બંને રાજ્યોનાં દરિયાકાંઠેથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ચક્રવાત આગામી 12 કલાકમાં થોડું નબળું પડે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

ગઈકાલથી એનડીઆરએફ અને અન્ય એજન્સીઓનાં જવાનોએ આંધ્રમાં 64 હજાર લોકોને સલામત સ્થળે ખસેડી લીધા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

હવે વાવાઝોડું રવિવારે બંને રાજ્યોનાં કાંઠા તરફ ત્રાટકે તેવી શક્યતા છે. બંને રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની 64 ટીમોને સાબદી રાખવામાં આવી છે.

અત્યારે પણ દરિયાકાંઠે પ્રતિકલાક 100 કિ.મી. ની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન ખાતાની યાદી અનુસાર આગામી 12 કલાકમાં જવાદ નબળું પડે અને ઓરિસ્સા અને આંધ્રનાં કાંઠાને અડીને પશ્ચિમ બંગાળ તરફ મોઢું ફેરવે તેવી શક્યતા છે.

આંધ્રનાં ત્રણ કાંઠાળ જિલ્લાઓમાં એનડીઆરએફ ની 11 અને એસડીઆરએફ ની ત્રણ ટીમો ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત કોસ્ટગાર્ડની 6 ટીમ અને મરીન પોલીસની 10 ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. રવિવાર સુધીમાં જ ઝંઝાવાત કાંઠે આવે તેવી સંભાવના છે. કેન્દ્રનાં કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જાન-માલની નુકશાની ટાળવાના શક્ય તમામ પગલા લેવા કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓને આદેશ આપ્યો હતો.

એનડીઆરએફની ટુકડીઓએ આંધ્રનાં વિશાખાપટ્ટનમ શહેરમાં કુચ કરી હતી અને લોકોને ઘરોમાં રહેવા તાકીદ કરી હતી. ઝંઝાવાતથી વિસ્થાપિત થનારા લોકો માટે સેન્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે.

Read About Weather here

જેમાં અનાજ, ખાદ્યપદાર્થો, પીવાનું પાણી વગેરેનો સંગ્રહ કરી રાખવામાં આવ્યો છે. સૌ પ્રથમ વાવાઝોડું ઓરિસ્સાનાં પુરી કાંઠે ત્રાટકે તેવી સંભાવના છે એટલે કાંઠાનાં પ્રદેશોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આંધ્રમાંથી ઉપડતી 65 ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી. માછીમારોએ કાંઠા પરની બોટો સલામતી સ્થળે ખસેડી લીધી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here