MLA ડાંસથી ઝૂમ્યાં…!

MLA ડાંસથી ઝૂમ્યાં…!
MLA ડાંસથી ઝૂમ્યાં…!
પોતાના દબંગ અંદાઝ માટે ચર્ચામાં રહેતાં મધ્યપ્રદેશના પથરિયાનાં બસપા ધારાસભ્ય રામબાઈ. રામબાઈએ એક્ટ્રેસ જયાપ્રદાની જેમ દરેક સ્ટેપ કર્યાં. તેમના ડાંસની ભારે ચર્ચા થઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

મુઝે નૌલખા મગવા દે રે ઓ સૈયા દીવાને… .1984માં આવેલી ફિલ્મ શરાબીનું આ ગીત આજે પણ લોકોને ઝૂમવા માટે મજબૂર કરી દે છે. એ પછી સામાન્ય શખસ હોય કે ખાસ. ત્યારે આ ગીત પર ઝૂમ્યાં છે,

ધારાસભ્ય રામબાઈ પરિહારે સિહોરમાં આ ડાંસ કર્યો હતો. રામબાઈએ પોતાના ભાણેજના લગ્ન સમારંભમાં સામેલ થયાં હતાં, જ્યાં લેડીઝ સંગીત દરમિયાન તેમણે મંચ પર જોરદાર ડાંસ કર્યો હતો.

આ પહેલો પ્રસંગ નથી, જ્યારે ધારાસભ્ય રામબાઈ ડાંસને લઈને ચર્ચામાં છે. આ પહેલાં પણ તેઓ અનેક ધાર્મિક આયોજનમાં આ પ્રકારનો ડાંસ કરી ચૂક્યાં છે. ડાંસની સાથે તેમને ગાવાનો પણ શોખ છે.

તેઓ ડાંસ જાતે જ શીખ્યાં છે. આ ઉપરાંત રામબાઈ પોતાના દબંગ અંદાજ માટે પણ જાણીતાં છે. અનેક વખત અધિકારીઓને ફટકાર લગાવતા તેમજ કર્મચારીઓના ભ્રષ્ટાચાર પર તેમની પાસેથી પૈસા પરત કરવાના મામલાઓ સામે આવી ચૂક્યા છે.

Read About Weather here

2018ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે બસપાની સીટ પર પથરિયાંથી જીત મળવી હતી. કોંગ્રેસની જોડ-તોડની સરકારમાં તેમણેએ પોતાનું સમર્થન આપ્યું હતું.રામબાઈએ રાજકીય જીવનની શરૂઆત જિલ્લા પંચાયતના સભ્યથી કરી હતી. તેઓ જિલ્લા પંચાયતનાં ઉપાધ્યક્ષ રહ્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here