આ સ્લેપ થેરપી ના નામથી ઓળખાય છે. જે દક્ષિણ કોરિયામાં ખુબ પ્રચલિત છે. દુનિયાભરમાં સુંદરતા વધારવા માટે જાત જાતના નુસ્ખા અજમાવવામાં આવતા હોય છે. શું તમે જાણો છો કે સુંદરતા વધારવા માટે દુનિયામાં એક ખુબ જ અજીબોગરીબ થેરપી પ્રચલિત છે. જેમાં લાફો મારીને લોકોની સુંદરતા વધારવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
સ્લેપ થેરપીનો ઉપયોગ દક્ષિણ કોરિયામાં મહિલાઓ સેંકડો વર્ષોથી કરતી આવી છે. જેમાં મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે પોતાના ગાલ પર રોજ ૫૦ થપ્પડ ખાય છે. કહેવાય છે કે આ થેરપીથી ત્વચામાં નિખાર આવે છે અને મહિલાઓ પહેલા કરતા વધુ સુંદર થઈ જાય છે.
જો કે સ્લેપ થેરપીનો અર્થ એ નથી કે કોઈને જોરદાર થપ્પડ મારો. તેમાં ખુબ જ આરામથી અને હળવા હાથે ગાલ પર થપ્પડ મારવામાં આવે છે. આ થેરપીનો ઉપયોગ મહિલાઓ સ્વયં પોતાના હાથેથી પણ કરી શકે છે.
સમજી લો કે તમારે તમારા હાથથી તમારા બંને ગાલને જોરથી થપથપાવાના રહેશે. ભલે આ થેરપી દક્ષિણ કોરિયામાં પ્રાચીનકાળથી પ્રચલિત છે પરંતુ ધીરે ધીરે સમગ્ર દુનિયામાં આ થેરપી ફેલાઈ રહી છે.
સાઉથ કોરિયાના લોકો માને છે કે આ થેરપી દ્વારા જયારે ગાલો પર હળવા થપ્પડ લગાવવામાં આવે તો ચહેરાના પ્રત્યેક ભાગમાં બ્લડનો ફ્લો તેજ થઈ જાય છે. તેનાથી સ્કિનને સાફ કરવામાં મદદ મળે છે.
થપ્પડ ખાવાથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ ઝડપથી થવા લાગે છે. તેનાથી ચહેરો ગ્લો કરવા લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દક્ષિણ કોરિયાની મહિલાઓ આ થેરપીનો ઉપયોગ દરરોજ કરતી હોય છે.
મહિલાઓ ઉપરાંત પુરુષો પણ આ થેરપીનો ઉપયોગ કરે છે. કોરિયાના લોકોનું માનવું છે કે આ થેરપીના યોગ્ય ઉપયોગથી ત્વચાને લાંબા સમય સુધી યુવાઓ જેવી ત્વચા રાખી શકાય છે.
Read About Weather here
આ કારણે તેને એન્ટી એજિંગ થેરપી પણ કહે છે.બાળપણથી જ કોરિયાની મહિલાઓ આ થેરપીનો ઉપયોગ કરવા લાગે છે. આથી મોટા થઈને પણ તેમની સ્કિન એટલી જ ગ્લો કરતી રહે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here