OMG ફાઈટર જેટનું ટાયર ચોરી ગયા ચોર…!

OMG ફાઈટર જેટનું ટાયર ચોરી ગયા ચોર…!
OMG ફાઈટર જેટનું ટાયર ચોરી ગયા ચોર…!
આ ટ્રકમાં મિલિટ્રીનો સામાન હતો, જે બખ્શી-કા-તાલાબ એરબેઝથી જોધપુર એરબેઝ લઈ જવાઈ રહ્યો હતો. હાલ ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે. લખનઉ એરફોર્સ સ્ટેશન હવે બખ્શી-કા-તાલાબ એરબેઝ તરીકે ઓળખાય છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ચોરોએ એવી ચોરી કરી છે જેને સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. ચોરોએ એક ટ્રકમાંથી મિરાજ ફાઈટર પ્લેનના ટાયરની ચોરી કરી છે.

આમ તો આ ચોરીની ઘટના 27 નવેમ્બરની છે પરંતુ તે FIR નોંધાયા બાદ આજે સામે આવી છે. આ ચોરીને લખનઉના શહીદ પથ પર કરવામાં આવી હતી. આર્મીનો ટ્રક જોધપુર એરબેઝ જઈ રહ્યો હતો.

ટ્રકનો ડ્રાઈવર હેમસિંહ રાવતે ચોરીની વાતને પુષ્ટિ આપતા કહ્યું કે ટ્રકમાં મિલિટ્રીનો સામાન હતો, જે બખશી-કા-તાલાબ એરબેઝથી જોધપુર લઈ જવાય રહ્યો હતો.

ટ્રક ડ્રાઈવર હેમસિંહ રાવતે જણાવ્યું કે, રાત્રે લગભગ 12:30થી 1 વાગ્યાના સમયે, લખનઉના શહીદ પથ પર ટ્રાફિક જામ હતો. જેના કારણે ટ્રક ધીમે-ધીમે ચાલી રહ્યો હતો. આ સમયે સ્કોર્પિયોમાં આવેલા બદમાશોએ પાછળથી ટ્રકનો બેલ્ટ કાપીને ટાયર ચોરીને લઈ ગયા હતા.

DCP ઈસ્ટ અમિત કુમારે જણાવ્યું કે ઘટના 27 નવેમ્બરની છે અને 1 ડિસેમ્બરે FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે કલમ 379 અંતર્ગત કેસ દાખલ કરાયો છે. પોલીસ હવે શહીદ પથની આજુબાજુના CCTVથી તપાસ કરી રહી છે.

Read About Weather here

 જ્યારે ટ્રક ડ્રાઈવરને આ અંગે જાણકારી મળી ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હતું. જો કે ડ્રાઈવરને જ્યારે જાણ થઈ ત્યારે તેઓએ તાત્કાલિક 112 પર કોલ કરીને પોલીસને ઘટનાની માહિતી આપી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here