રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સરકારી તબીબોનું આંદોલન યથાવત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સરકારી તબીબોનું આંદોલન યથાવત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સરકારી તબીબોનું આંદોલન યથાવત

સિવિલનાં તબીબોએ વિશાળ રેલી યોજી, માંગણીઓ પૂરી કરવા રજૂઆત; કાલે રામધુન પછી તા. 4 નાં રોજ પીડીયુ બિલ્ડીંગથી કલેકટર કચેરી સુધી રેલી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જુનિયર અને સિનીયર સરકારી તબીબો તથા તબીબી શિક્ષકોનું આંદોલન આજે પણ ચાલુ રહ્યું હતું. રાજ્યભરનાં 10 હજાર તબીબો એમની પડતર માંગણીઓનાં સંદર્ભમાં ત્રણ દિવસથી સતત આંદોલન કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે તબીબો દ્વારા રાજકોટમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી. પીડીયુ મેડીકલ કોલેજથી રેલી શરૂ કરવામાં આવી હતી અને તબીબી અધિક્ષકની કચેરી પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આંદોલન માટે વિભિન્ન તબીબી એસો. દ્વારા ગુજરાત ગવર્નમેન્ટ ડોકટર્સ ફોરમની રચના કરવામાં આવી છે. જેના નેજા હેઠળ આંદોલન ચાલી રહ્યું છે. રાજકોટ મેડીકલ કોલેજનાં 180 તબીબી શિક્ષકો તેમજ રાજકોટ શહેર જિલ્લા અને

તાલુકાની હોસ્પિટલનાં 150 સરકારી તબીબો મળીને 350 તબીબો દેખાવો અને સુત્રોચ્ચારમાં જોડાયા હતા.તબીબી આંદોલનકારોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રૂપાણી સરકારનાં કાર્યકાળમાં તબીબોની 12 મુદ્દાની માંગણી મંજુર કરતો એક ઠરાવ રૂપાણી સરકારે કર્યો હતો.

જો કે 6 મહિના પસાર થયા હોવા છતાં સરકારે હજુ એકપણ માંગણી સ્વીકારી નથી. ઉચ્ચ પગાર ધોરણ, બઢતી, ઉચ્ચ પગાર સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી વગેરેમાંગણીઓ કરવામાં આવી રહી છે.

જે મહાત્મ પગાર અગાઉ નક્કી થયો હતો તેમાં પણ ઘટાડો કરાયો છે. ઉપરાંત મોદી સરકારે આપેલો પર્સનલ પે નો લાભ પણ પરત લઇ લેવામાં આવ્યો છે. તબીબોનો મહાત્મ પગાર 237500 નક્કી થયો હતો જે ઘટાડીને 224500 કરી નાખવામાં આવ્યો છે.

આ અંગે આજે તબીબોએ રેલી કાઢીને તબીબી અધિક્ષકને આવેદનપત્ર આપ્યું હતું. આવતીકાલ તા. 2 નાં રોજ કોવિડ બિલ્ડીંગ પાસે બપોરે 12 વાગ્યે રામધુન બોલાવવામાં આવશે.

તા. 3 નાં રોજ તબીબોની સામાન્ય સભાની બેઠક યોજાશે. તા.4 નાં રોજ તમામ સરકારી તબીબી એસો. નાં સભ્યોની મહારેલી પીડીયું ઓપીડી બિલ્ડીંગથી શરૂ થઇ કલેકટર કચેરી પહોંચશે.

Read About Weather here

બપોરે 12:30 વાગ્યે રેલી શરૂ થશે અને બપોરે 1 વાગ્યે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. તેમ સ્થાનિક તબીબી આગેવાનોએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here