રાજકોટ યાર્ડનાં હોદ્દેદારોની વરણી આંતરિક જુથવાદ ભડકાવશે કે કેમ?

રાજકોટ યાર્ડનાં હોદ્દેદારોની વરણી આંતરિક જુથવાદ ભડકાવશે કે કેમ?
રાજકોટ યાર્ડનાં હોદ્દેદારોની વરણી આંતરિક જુથવાદ ભડકાવશે કે કેમ?

આવતીકાલે રાજકોટ બેડી યાર્ડનાં નવા ચેરમેન-વાઈસ ચેરમેનની વરણી
ચેરમેન પદે પરષોતમ સાવલીયા અને વા.ચેરમેન પદે વિજય કોરાટનું નામ સૌથી આગળ

રાજકોટનાં સૌથી મહત્વનાં બેડી માર્કેટયાર્ડનાં ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી આવતીકાલે જાહેર થનાર છે ત્યારે ભાજપનાં રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચા ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંતરિક જુથવાદ અને સામસામા ટાંગા ખેંચનાર દ્રશ્યોએ ભડકાવેલી આગની લપટો પસંગીની પ્રક્રિયા સુધી પહોંચશે કે બધું પાર્ટીલાઈન મુજબ થઇ જશે. એ વિશે રાજકીય વર્તુળોમાં અટકળો અને અનુમાનોની આંધી ઉઠી છે.

બેડી માર્કેટયાર્ડનાં ટોચના બે હોદ્દાઓની પસંદગી માટે મહત્વની બેઠક છે. આવતીકાલે સવારે 11 વાગ્યે કવર ખુલશે અને બે નામ બહાર આવશે. ત્યારે જાણકાર સુત્રો એવું કહી રહ્યા છે

કે ગોંડલમાં લેવાયેલી સેન્સ મુજબ અત્યારે ચેરમેનનાં હોદ્દા માટે પરષોતમ સાવલીયાનું નામ સૌથી આગળ દોડી રહ્યું છે. જો અણધારિયું કશું ન બને તો આ નામ પર મહોર લાગી શકે છે અને પાર્ટીલાઈન મુજબ વરણી જાહેર થઇ શકે છે.

જાણકાર રાજકીય વિશ્ર્લેષકોમાં એવી પણ ચર્ચા છે કે રાજકોટ ભાજપનાં આંતરિક ધૂંધવાટની આગની ઝાડ કદાચ બેડી માર્કેટયાર્ડને પણ અડી શકે છે અને જો એવું થાય તો કોઈ આશ્ર્ચર્યજનક નામ પણ બહાર આવી શકે છે.

જો એવું બને તો ભાજપમાં આંતરિક સુલેહની શક્યતા વધુ ધુંધળી બની જશે અને ડખો વધુ વકરી જશે તેમ નિષ્ણાંતો માને છે. એટલે જ ભાજપની નેતાગીરી એકદમ સાવધ અને સતર્ક બનીને આગળ વધી રહી છે.

સેન્સની પ્રક્રિયા થઇ ત્યારે બેડી યાર્ડનાં ચૂંટાયેલા તમામ 16 સભ્યોએ પરષોતમ સાવલીયાનું નામ જ સૂચવ્યું હતું એવું કહેવાય છે. એટલે પક્ષનાં કર્તાહર્તા અને નિર્ણય લેવાની સતા ધરાવતા મહાનુભાવો સેન્સની લાઈન પકડે છે કે કોઈ જુદી લાઈન લે છે.

એ જોવાનું રસપ્રદ બનશે અને આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.યાર્ડમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 16 છે. સ્થાનિક ગ્રામ પંચાયતનાં એક સભ્ય યાર્ડમાં નિયુક્ત કરાય છે. જિલ્લા રજીસ્ટાર પણ યાર્ડનાં સભ્ય ગણાય છે

એ જ રીતે જિલ્લા ખેતીવાડી અધિકારી પણ સભ્ય હોય છે. જો કે આ ત્રણેય સભ્યોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાનો કે મંતવ્ય આપવાનો અધિકાર હોતો નથી. સેન્સ 16 ચૂંટાયેલા સભ્યોની જ લેવાય છે અને એ મુજબ જ નેતાગીરી દ્વારા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવે છે.

Read About Weather here

આવતીકાલે તા.2 ડિસેમ્બર ને ગુરૂવારે સવારે 11 વાગ્યે કવર ખુલશે અને ચેરમેન તથા વાઈસ ચેરમેનનાં નામોની જાહેરાત કરવામાં આવશે. ભાજપ નેતાગીરી બધું સમુસુતર પાર ઉતારવાની આશા રાખી રહી છે. એટલે કોઈ નવાજુની ન બને તેના માટે શિસ્તની પાળ અને આવરણ રચવામાં આવી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here