રાજકોટ જિલ્લામાં 17 વિદેશીઓ કવોરન્ટાઈન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ, ગોંડલ, જામકંડોરણા, ઉપલેટા, જેતપુરમાં વિદેશથી આવેલા તમામના કોવિડ ટેસ્ટ નેગેટીવ આવતા રાહત

વિશ્ર્વભરમાં જોવા મળી રહેલા કોરોનાના નવા વેરિયન્ટ એમીક્રોનથી જિલ્લાના નાગરિકોને રક્ષણ પૂરું પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરીત અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પગલે રાજકોટ જિલ્લાના વિવિધ શહેરોમાં વિદેશથી આવેલા કુલ 17 નાગરિકોને કવોરન્ટાઇન કરાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગેની વિગતો આપતાં જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ગોંડલ તાલુકાના બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ઓસ્ટ્રેલિયાથી અને એક વ્યક્તિ નૈરોબીથી આવેલ છે.

જામકંડોરણામાં અબુધાબીથી ચાર અને ત્રણ વ્યક્તિઓ યુ.કે.થી આવેલી છે. ટાન્ઝાનિયાથી બે વ્યક્તિઓ ઉપલેટા અને અમેરિકાથી ત્રણ વ્યક્તિઓ રાજકોટ આવી છે, જ્યારે કેનેડાની એક વ્યક્તિ ધોરાજી અને યુનાઈટેડ આરબ અમિરાતની બે વ્યક્તિઓ જેતપુર આવી છે.

Read About Weather here

વિદેશથી આવેલા આ તમામ 17 નાગરિકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ તથા આર.ટી. પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે નેગેટિવ આવ્યા છે. તેમ છતાં સુરક્ષાના કારણોસર આ તમામ નાગરિકોને કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્ય ઉપર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here