ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓમાં મહિલાઓને પ્રાધાન્ય

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓમાં મહિલાઓને પ્રાધાન્ય
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓમાં મહિલાઓને પ્રાધાન્ય

100 થી વધુ નવા ચહેરાને ટિકિટ મળવાની સંભાવના, મોટા ફેરફારોનાં એંધાણ
ચૂંટણીઓ પહેલા સઘન સમીક્ષા સાથે ઘડાઈ રહી છે નવી ટિકિટ વિતરણ વ્યૂહરચના
ભુપેન્દ્ર પટેલ સરકારનાં કેટલાક મંત્રી પણ પડતા મુકાઇ એવી રાજકીય ચર્ચા; પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતનાં મોવડીઓ દ્વારા ટિકિટ માટે નક્કી કરાયા નવા માપદંડ; આગામી દિવસો રસપ્રદ ચિત્રની આકૃતિ લોકો સમક્ષ સ્પષ્ટ કરશે; ધારાસભ્યોનું પરફોર્મન્સ જોવામાં આવે અને કાર્યકરોની વાતને મહત્વ અપાય એ નક્કી થયું હોવાની ભાજપ અને રાજકીય લોબીમાં જોરશોરથી ચર્ચા
વધુ મોટા પ્રમાણમાં શિક્ષિત અને યુવા ચહેરાઓને તક આપવાની ભાજપનાં મોવડીઓની વ્યૂહરચના(સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલય-રાજકોટ)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપમાં રાજકીય પ્રવૃત્તિઓનો ગરમાવો આવી રહ્યો છે અને આમ જનતામાં આતુરતા તથા ઉત્કંઠાનું તિવ્રતાથી વધી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આધારભૂત સુત્રો પાસેથી એવી રસપ્રદ હકીકતો જાણવા મળી છે કે, વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે ભાજપ દ્વારા આ વખતે પણ મોટાપાયે નોરીપીટ થીયરી અમલમાં મુકવામાં આવે તેવી પુરેપુરી સંભાવના જોવામાં આવી રહી છે.

કહેવાય છે કે, ભાજપનાં મોવડીઓ દ્વારા ટિકિટ ફાળવણી પ્રક્રિયામાં મહિલાઓ અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવે એ લગભગ નિશ્ર્ચિત મનાય છે. આ વખતે પણ ટીકીટ માટેની પાત્રતા નક્કી કરવા માટે ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યા હોય તેવું જાણકારો કહી રહ્યા છે.

ભાજપની રાજકીય વ્યૂહરચના વિશે રાજકીય પંડિતો એવું વિષ્લેષણ વ્યક્ત કરી રહ્યા છે કે લગભગ 100 થી વધુ યુવા અને નવા ચહેરાને આ વખતે ટિકિટ ફાળવવામાં આવે તેવી શક્યતા બિલકુલ નકારી શકાય તેમ નથી.

એમાં પણ મહિલાઓને આ વખતે પ્રાધાન્ય આપવાનું ભાજપ મોવડીઓએ મન બનાવી લીધું છે. તેવું જાણકાર સુત્રો કહે છે. રાજકીય કાપાકાપી, આંતરિક જૂથબંધી અને અકારણ ઉભા થતા આંતરિક અસંતોષની ઘટનાઓથી કંટાળી ગયેલા ભાજપનાં કેન્દ્રીય

અને રાજ્ય કક્ષાનાં મોવડીઓએ મોટી સંખ્યામાં મહિલાઓને પસંદ કરવાની વ્યૂહરચના ઘડી કાઢી છે તેમ બહાર આવી રહ્યું છે. ટોચની ભાજપની નેતાગીરી એવું માને છે

કે, મોટી સંખ્યામાં મહિલાઓને પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવે તો ભાજપ માટે લોકોમાં ટેકેદારોનો એક વધુ સક્ષમ અને મોટો વર્ગ ઉભો થઇ શકે. રાજકીય નિરીક્ષકો નવી વ્યૂહરચના ભાજપને વધુ મોટી જીત અપાવી શકે એવી ધારણા રાખીને મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે.

વળી શિક્ષિત અને નવા યુવા ચહેરાઓ વિધાનગૃહ અને સરકારમાં આવે તો પક્ષ અને સરકારને પણ પ્રજા સમક્ષ એક નવા જોશીલા ખમતીધર રૂપમાં રજુ કરી શકાય છે.

અગાઉ પણ નો-રીપીટ થીયરી કારગર સાબિત થઇ છે એ અનુભવથી ભાજપનાં મોવડીઓની હિંમતમાં વધારો થયો છે અને વધુ એક વ્યાપક રાજકીય જુગાર ખેલી નાખવા માટે મોવડી મંડળ સજ્જ થઇ ગયું છે.

એવી બીજી રસપ્રદ હકીકત પણ બહાર આવી રહી છે કે વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાંથી કેટલાક વર્તમાન મંત્રીઓને પણ પડતા મુકવામાં આવી શકે છે.

કેટલાને અને કોને પડતા મુકાશે એ હજુ કશું કહેવા માટે ભાજપ નેતાગીરી હજુ તૈયાર નથી. પણ પરિવર્તન લાવવામાં આવશે એ વાત નક્કી છે. કોના પર ગાજ પડે છે એ જોવાનું રસપ્રદ બનશે.

ટિકિટ ફાળવણી માટેનાં પણ ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે તેવું દર્શાવી ભાજપને નજીકથી જાણતા આધારભૂત રાજકીય સુત્રોએ જણાવ્યું હતું કે ધારાસભ્યની કામગીરીને પહેલા નજરમાં રાખવામાં આવશે.

લોકો સાથે તાલમેલ રાખનાર, જીવંત લોકસંપર્ક જાળવી રાખનાર અને લોકોનાં પ્રશ્ર્નો ઉકેલવામાં નોંધપાત્ર સફળતા મેળવનાર ધારાસભ્યને જ રીપીટ કરવામાં આવે એ નિશ્ચિત મનાય છે. ટૂંકમાં ચહેરા કે જૂથની વફાદારી નહીં પણ કામગીરીને ધ્યાનમાં લઈને ટીકીટ આપવામાં આવશે.

એવો ગણગણાટ આધારભૂત સુત્રોમાં થતો સંભળાય છે. ભાજપનાં ધારાસભ્યોએ લોકોની વચ્ચે જઈ એમના પ્રશ્ર્નો સાંભળીને તેમના ઉકેલનાં પ્રયાસો કર્યા છે કે કેમ, ક્યાં ધારાસભ્યએ કેટલા પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યું છે,

કાર્યકરનાં મનની વાત સાંભળીને કાર્યકરોનાં રજુ કરેલા પ્રશ્ર્નો હલ કરવામાં આવ્યા છે કે કેમ એ તમામ મુદ્દાઓનાં આધારે પક્ષનાં દરેક ધારસભ્યની કામગીરીનું આંકલન કરવામાં આવશે.

Read About Weather here

આ અંગે ધારાસભ્યનાં પરફોર્મન્સનું આંતરિક રીવ્યુ શરૂ પણ કરી દેવાયું હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસો ભાજપ માટે ખૂબ જ મહત્વનાં બની રહેશે અને ફેરફારોની આતશબાજીનાં અવાજોથી ગુજરાત ગુંજી ઉઠશે. એવી પાકી ધારણા સેવવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here