સાંસદોના સસ્પેન્શનથી સંસદમાં શોરબકોર; બન્ને ગૃહ ઠપ્પ

સાંસદોના સસ્પેન્શનથી સંસદમાં શોરબકોર; બન્ને ગૃહ ઠપ્પ
સાંસદોના સસ્પેન્શનથી સંસદમાં શોરબકોર; બન્ને ગૃહ ઠપ્પ

રાજય સભામાંથી વિપક્ષી સભ્યોનો વોક આઉટ: લોકસભા બપોર સુધી સ્થગીત: સંસદના પરિષરમાં કોંગ્રેસ સહિતના વિપક્ષી સભ્યોના દેખાવો, સતત બીજા દિવસે જબરી ધાંધલ ધમાલ
રાજય સભાનાં 12 સભ્યોનું સસ્પેન્શન પાછુ ખેંચવા વિપક્ષની જોરદાર માંગણી: રાજયસભાના અધ્યક્ષ વેન્કેયા નાયડુએ પગલુ યોગ્ય હોવાનું કહી વિપક્ષની માંગ નકારતા હોળી સળગી

ચોમાસુ સત્રમાં ધાંધલ ધમાલ અને દેખાવો તથા સુત્રોચ્ચાર કરવા બદલ રાજયસભાનાં 12 વિપક્ષી સાંસદોને સસ્પેન્શ કરવાના શિયાળુ સત્રમાં લેવાયેલા પગલાથી ભારે ધાંધલ ધમાલ મચી ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે સતત બીજા દિવસે લોકસભા અને રાજયસભા બન્નેમાં વિપક્ષી સભ્યોએ જોરદાર હોબાળો મચાવી દીધો હતો અને સાંસદોનું સસ્પેન્શન પાછુ ખેંચવા માટે જોરદાર માંગણી કરી હતી.

લોકસભામાં વિપક્ષી સભ્યોએ જોરદાર દેખાવો કર્યા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા પરિણામે લોકસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગીત કરવાની સ્પીકર ઓમ બિરલાએ જાહેરાત કરી હતી.

બીજી તરફ રાજયસભામાં પણ જબરો શોરબકોર મચી ગયો હતો. સભ્યોને સસ્પેન્ડ કરવાનું પગલુ પાછુ લેવાની વિપક્ષની માંગણી વડિલ ગૃહના ચેરમેન વેન્કૈયા નાયડુએ નકારી કાઢી હતી. આથી વિપક્ષી સભ્યો ગૃહ ત્યાં કરી ગયા હતા.

કોંગ્રેસ, ડીએમકે, નેશનલ કોન્ફરન્સ સહિતના વિપક્ષી સભ્યોએ વોકઆઉટ કરી દેતા રાજયસભાની કાર્યવાહી પણ બપોરનાં 2 વાગ્યા સુધી સ્થગીત કરી દેવામાં આવી હતી. સવારે વિપક્ષી દળોની ખાસ બેઠક યોજાઇ હતી.

શિયાળુ સત્ર આખાનો બહિષ્કાર કરવો કે કેમ? એ અંગે વિચાર મંથન કરવામાં આવ્યું હતું. વિપક્ષના આગેવાનો સસ્પેન્શનના મુદ્ા પર નાયડુને મળ્યા હતા અને પગલુ પાછુ લેવાની માંગણી કરી હતી.

પરંતુ રાજયસભામાં ચેરમેન નાયડુએ વિપક્ષની માંગણી નકારી કાઢી હતી અને એવો જવાબ આપ્યો હતો કે, રાજયસભાના અધ્યક્ષને પગલા લેવાની સત્તા છે અને ગૃહને પણ કાર્યવાહી કરવાનો અધિકાર છે.

જે પગલુ લેવાયું છે તે નિયમાનુસાર જ લેવાયું છે. આથી વિરોધ પક્ષોમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે કે, સમગ્ર શિયાળુ સત્રનો બહિષ્કાર કરવાની દિશામાં વિચારવુ જોઇએ. જો કે આ મુદ્ા પર કોંગ્રેસ હજુ તૈયાર નથી.

કોંગ્રેસના નેતાઓ માને છે કે, સમગ્ર સત્રનો બોયકોટ કરવાનું પગલુ વધારે પડતું આકરૂ બની રહેશે.રાજયસભા અને લોકસભાની કાર્યવાહી ઠપ્પ થઇ ગયા બાદ સંસદ પરીષરમાં વિપક્ષી સભ્યોએ જોરદાર દેખાવો શરૂ કરી દીધા હતા અને સસ્પેન્સનના પગલા સામે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.

સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ ટ્વીટ કરીને વધુ હોળી સળગાવી હતી. એમણે ટ્વીટ કર્યુ હતું કે, સસ્પેન્ડ થયેલા સાંસદોએ માફી માગવી જોઇએ. ગૃહની ગરીમા જાળવવા માટે સરકારને આવું પગલુ લેવાની ફરજ પડી છે.

જો સભ્ય માફી માગે તો સરકાર ખુલ્લા દિલે પ્રતિભાવ આપવા માટે તૈયાર છે. વિપક્ષી સભ્યોએ સ્પીકર અને ગૃહની માફિ માગી લેવી જોઇએ તો સરકાર પણ એમના પ્રસ્તાવ પર ખુલ્લા દિલથી હકારાત્મક રીતે વિચાર કરી શકે છે.

પરંતુ કોંગ્રેસના અગ્રણી અને સાંસદ મલીકા અર્જુન ખડગેએ કેન્દ્રીય મંત્રીનું સુચન નકારી કાઢયું હતું અને જણાવ્યું હતું કે, માફિ માંગવાનો સવાલ જ નથી.ભારે શોરબકોર બાદ બન્ને ગૃહમાંથી કોંગ્રેસ સહિતના વિપક્ષી

Read About Weather here

સભ્યો બહાર નિકળી ગયા હતા. સંસદ ભવનના પરિષરમાં ગાંધીજીની પ્રતિમાં પાસે વિપક્ષી સભ્યોએ દેખાવો શરૂ કરી દીધા હતા અને જોરદાર સુત્રચ્ચાર શરૂ કરી દીધા હતા.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here