MLA સાડીમાં દોડ્યા…!

MLA સાડીમાં દોડ્યા...!
MLA સાડીમાં દોડ્યા...!
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ સાડીમાં યુવક અને યુવતીઓ સાથે દોડી રહ્યા છે અને તેમને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યભરમાં LRD અને PSIની ભરતીની લાખો યુવક અને યુવતીઓ તૈયારી કરી રહ્યા છે. તેમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઘણા લોકો પ્રેરિત કરી રહ્યા છે, ત્યારે વાવાના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ આ યુવાઓને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.

ગુજરાતભરમાં પોલીસની ભરતીને લઇને લાખો યુવક-યુવતીઓ પૂરજોશમાં દોડની તૈયારીઓમાં લાગી ગયા છે. જેમાં યુવતીઓને પ્રોત્સાહન પૂરું પાડવા અને એમનો જોશ વધારવા મોટીવેશન કરતો વાવના ધારાસભ્યનો પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાઓમાં જોશ પુરી દે તેવો એક વીડિયો વાયરલ થયો છે.

જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતે જ યુવાન-યુવતીઓ સાથે દોડતા નજરે પડે છે. ભાભરના સદારામ લાયબ્રેરીના બાળકોને અનોખું પ્રોત્સાહન પાડજો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં ગેનીબેન કહી રહ્યા છે કે, ગુજરાતમાં પરીક્ષાના દિવસે જ્યાં પણ નંબર આવે ત્યાં આ છોકરાઓની વ્યવસ્થા હું કરીશ. દીકરીઓને દોડવા માટેનો ડ્રેસ કોડ અને રહેવાની વ્યવસ્થા પણ કરીશું. અને તેમને હું શુભેચ્છાઓ પાઠવું છું કે કોઈપણ ભોગે જે કરવું પડે તે તમારા માટે કરીશું પણ નોકરી મેળવો.

કોઈ લાગવગ ચાલવાની નથી, તમે તમારા દમ પર મહેનત-મજૂરી કરીને પરીક્ષા પાસ કરો. અને કોઈ મદદ કરે ના કરે, કોઈની અપેક્ષા રાખ્યા વિના તમારા દમ પર નોકરી મેળવી સમાજનું અને પરિવારનું ગૌરવ વધારો એવી અપેક્ષા રાખું છું.’

નોંધનીય છે કે, હાલમાં જ પોલીસની ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનોને પ્રેરણા આપતો બનાસકાંઠા જિલ્લાના એક 13 વર્ષીય કિશોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતો.

કિશોર બોલી રહ્યો છે કે, ‘જબ તક ન સફલ હો નિંદ ચેન કો ત્યાગો તુમ, સંઘર્ષ કા મેદાન છોડ કે મત ભાગો તુમ. કુછ કિયે બીના જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જય હિંદ જય ભારત.’

Read About Weather here

જેમાં કિશોર જાણીતી કવિતાઓ બોલીને મોટિવેટ કરી રહ્યો હતો. જેમાં તે કહે છે કે, ‘લોકો 42 કિમીની મેરેથોન દોડે છે તમારે 5 કિમી જ દોડવાનું છે’.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here