હેલ્થ મિનિસ્ટરનો દાવો…!

હેલ્થ મિનિસ્ટરનો દાવો...!
હેલ્થ મિનિસ્ટરનો દાવો...!
મંત્રીએ કહ્યું 63 વર્ષના વિદેશી નાગરિકનો રિપોર્ટ જણાવે છે કે તે કોઈ અલગ પ્રકારના કોરોના વાઈરસના સંપર્કમાં આવ્યા છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડીકે સુધાકરે સોમવારે કહ્યું કે બેંગ્લોર આવેલા બે દક્ષિણ આફ્રિકી નાગરિકોમાંથી એકનું સેમ્પલ ડેલ્ટા વેરિયન્ટથી અલગ છે.

Visit Saurashtra Kranti Homepage here

સુધાકર પોતે એક મેડિકલ પ્રોફેશનલ છે અને તેમણે દક્ષિણ આફ્રિકામાં પોતાના સાથી ડોક્ટરો સાથે વાત કરીને દાવો કર્યો છે કે ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા જેટલો ખતરનાક નથી.સુધાકરે કહ્યું, ‘આ સંતોષની વાત છે કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ તેનું સંક્રમણ ગંભીર નથી.

તેથી ડરવાની કોઈ વાત નથી. જો કે, અમે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ICMR સાથે સંપર્કમાં છીએ. દક્ષિણ આફ્રિકાએ 24 નવેમ્બરના રોજ WHOને આ વેરિયન્ટની પ્રથમ જાણ કરી હતી.

તે વેરિયન્ટ ઓફ કંસર્ન માનવામાં આવે છે. લગભગ 15 દેશોમાં તેના કેસ નોંધાયા છે. આ પછી ભારત સહિત ઘણા દેશોએ મુસાફરી પ્રતિબંધો કડક કરી દીધા છે. રાજ્યોને ટેસ્ટિંગ અને ટ્રેકિંગ વધારવાની પણ સલાહ આપવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ એન્જેલિક કોએત્ઝીએ પહેલેથી જ કહ્યું છે કે આ વેરિયન્ટમાં હળવો રોગ જોવા મળી રહ્યો છે. લક્ષણોમાં સ્નાયુઓમાં દુખાવો અને એક દિવસનો થાક અથવા બે દિવસ બીમાર રહેવાનો સમાવેશ થાય છે.

જો કે, તે સંક્રમિતને સૂંઘવાની અથવા સ્વાદની ક્ષમતા ગુમાવવાની સમસ્યાનો સામનો કરતા નથી. અધિકારીનું કહેવું છે કે હોસ્પિટલમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધારે નથી. કેટલાક દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે અને તે તમામ યુવાન છે, જેમની ઉંમર 40 વર્ષ કે તેથી ઓછી છે.

કેટલાક સંક્રમિતોની ઘરે જ સારવાર કરવામાં આવી રહી છે. અમે તેના વિશે બે ત્રણ અઠવાડિયા પછી જ વિગતવાર જાણી શકીશું. દક્ષિણ આફ્રિકામાં અગાઉ ઓછુ સંક્રમણ નોંધાયુ હતું, પરંતુ ત્યારથી બે અઠવાડિયા દરમિયાન ઓમિક્રોનમાં નવા કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.

જો કે દેશમાં હજુ પણ સંક્રમણના પ્રમાણમાં ઓછા કેસો નોંધાઈ રહ્યા છે, મેડિકલ ક્ષેત્ર પણ યુવાનોને સંક્રમિત કરવામાં ઓમિક્રોનની ઝડપ જોઈને આશ્ચર્યચકિત છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોનાના ઓમીકોર્ન વેરિયન્ટના વિશ્વભરમાં ફેલાવા અંગે ચેતવણી આપતા કહ્યું છે કે તેનાથી સંક્રમણનું મોટું જોખમ છે.

કેટલાક વિસ્તારોમાં તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે. રવિવારે મન કી બાત બાદ વડાપ્રધાન મોદીએ સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે સોમવારે કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટ અંગે સાવચેત રહેવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે વિશ્વમાં કોરોનાના નવા પ્રકારને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી આપણે સાવચેત રહેવાની જરૂર છે. છેલ્લી સીઝન પછી, કોરોનાની ભયંકર પરિસ્થિતિમાં પણ, દેશમાં 100 કરોડથી વધુ કોરોના વેક્સિન આપવામાં આવી છે.

આ દિશામાં આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ.તેમણે હાઈ રિસ્ક ધરાવતા જૂથોમાં વેક્સિનેશને વધુ સઘન બનાવવા અને મોટી સંખ્યામાં સંક્રમણની અપેક્ષા સાથે આવશ્યક આરોગ્ય સેવાઓ જાળવવાની યોજના માટે કહ્યું છે.

Read About Weather here

જો કે, WHOએ કહ્યું છે કે અત્યાર સુધી આ વેરિયન્ટથી કોઈનું મોત થયું નથી. આનાથી ઓછા વેક્સિનેશનવાળા દેશોમાં ઉચ્ચ જોખમ ધરાવતી વસ્તી માટે ગંભીર પરિણામો આવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here