સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની સંભાવના

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની સંભાવના
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની સંભાવના

બીજી ડિસેમ્બર સુધીમાં હળવાથી મધ્યમ કમૌસમી વરસાદની આગાહી; વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ભારે પવન, ગાજવીજ, દરિયો તોફાની બનવાની શક્યતા; આવતીકાલથી ત્રણ દિવસ સુધી વાતાવરણમાં પલ્ટો, માછીમારોને દરિયામાં ન જવા તાકીદ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ફરી એકવખત વાતાવરણમાં પલ્ટો આવે તેવી હવામાન ખાતાએ આગાહી કરતા જગતાત ચિંતામાં મુકાઇ ગયો છે આવતીકાલથી ત્રણ દિવસ સુધીમાં હળવાથી મધ્યમ કમૌસમી વરસાદની સંભાવના છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે માવઠું થવાની સંભાવના હોવાથી ઠંડીમાં પણ વધારો થઇ શકે છે.

હવામાન ખાતાએ આગાહી કરી છે કે તા. 1 લી અને 2 બુધ, ગુરૂવારે અમૂક વિસ્તારોમાં તો ભારે કમૌસમી વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાઈ અને દરિયો પણ તોફાની બને તેવી શક્યતા છે. માછીમારોને હાલ ત્રણ દિવસ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા તાકીદ કરાય છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

હવામાન ખાતાએ જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં અંદામાન અને અરબી સમુદ્રનું લો-પ્રેશર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલ્ટો લાવી શકે છે. જેના કારણે ભરશિયાળે માવઠું આવવાની શક્યતા છે.

હવામાન ખાતાના વર્તારા મુજબ તા.30 નાં રોજ રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓમાં માવઠું પડી શકે છે. પ્રતિકલાક 50 થી 60 કિ.મી. ની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. માવઠાને કારણે રવિપાક અને તૈયાર ખરીફ પાકને નુકશાન થઇ શકે છે.

કૃષિ જણસો પલડી જવાની અને ભેજ લાગી જવાની ભીતિ રહે છે. માર્કેટ યાર્ડોએ પણ કૃષિ જથ્થો પલડી ન જાય એ માટે વ્યવસ્થા કરવાની રહેશે. ચણા અને કઠોળ જેવો પાક હજુ ખેતરોમાં હોવાથી કૃષિને ભારે નુકશાન થવાનો ડર છે.

Read About Weather here

દરમ્યાન ગુજરાતમાં આજે લગભગ તમામ શહેરોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી થઇ ગયું હતું. હજુ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થઇ શકે છે અને તાપમાન વધુ 3 થી 4 ડિગ્રી ગગડી શકે છે. માવઠાની અસરથી ઠંડીનું મોજું પણ ફરી વળવાની સંભાવના છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here