ત્રંબાની વાડીમાં કટિંગ વેળાએ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી: 8.59 લાખનો દારૂ કબ્જે

ત્રંબાની વાડીમાં કટિંગ વેળાએ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી: 8.59 લાખનો દારૂ કબ્જે
ત્રંબાની વાડીમાં કટિંગ વેળાએ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી: 8.59 લાખનો દારૂ કબ્જે

ત્રંબાના ભાવેશ રાઠોડ અને જયેશ રાઠોડની ધરપકડ: રેઇડ દરમિયાન માજોઠીનગરનો યુવરાજસિંહ જાડેજા ફરાર

રાજકોટ શહેરની ભગોળે આવેલા ત્રંબા ગામની સીમમાં આવેલ વાડીમાં વિદેશી દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી વિદેશી દારૂનો રૂ.8.59 લાખનો જથ્થો પકડી કુલ રૂ.14.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જે સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઈ યુ.બી.જોગરાણા અને ટીમના એ.એસ.આઇ. જે.વી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ભાવિનભાઇ રતન, કરણભાઇ મારૂ, ઇન્દ્રજીસિંહ

ગોહિલને મળેલ સંયુકત બાતમીના આધારે રાજકોટની ભાગોળે ત્રંબા ગામની સીમ વૃંદાવન ફાર્મ હાઉસ ની બાજુમાં આવેલ રામજીભાઇ પટેલની વાડીમાં દરોડો પાડી બે શખ્સોને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા ભાવેશ વિરજીભાઇ રાઠોડ(કોળી)(ઉ.વ.25) અને જયેશ વિરજીભાઇ રાઠોડ(ઉ.વ.26)(રહે.બન્ને ત્રંબા ગામ રામજીભાઇ પટેલની વાડીમાં તા.જી. રાજકોટ) નામ હોવાનું અને

દારૂનું કટિંગ કરતા હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી હતી રેઇડ દરમિયાન માજોઠી નગરનો યુવરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા નાસી ગયો હતો.ભાવેશ અને જયેશ બંને સગાભાઈ છે.તેઓ વાડીમાં મજૂરી કામ કરતા હતા.

Read About Weather here

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સોને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ.2112 કુલ રૂ.8,59,500,ટાટા – 407 નં.જીજે-03-બીજે- 3609 રૂ.6 લાખ એમ કુલ રૂ.14,64,500 નો મુદામાલ કબ્જે કર્યો હતો.વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી લઇ આવ્યા?એ અંગે હાલ ક્રાઇમબ્રાન્ચે વધુ તપાસ આદરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here