સ્પામાં ચાલતું કૂટણખાનુ ઝડપાયું…!

સ્પામાં ચાલતું કૂટણખાનુ ઝડપાયું...!
સ્પામાં ચાલતું કૂટણખાનુ ઝડપાયું...!
દરમિયાન યુનિવર્સિટી રોડ પર શુભધારા કોમ્પ્લેક્સમાં આવેલા ધ રોયલ મિન્ટ સ્પામાં કૂટણખાનું ચાલુ થઈ ગયાની બાતમી મળતા યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી ત્રણને પકડી લીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં સ્પાની આડમાં કૂટણખાના ચાલુ થઈ જતા હોવાનું અનેક વખત સામે આવી ચૂક્યું છે. પોલીસ વારંવાર દરોડા પાડી કાર્યવાહી પણ કરે છે.ડીસીપી મનોહરસિંહ જાડેજા સાહેબ (ઝોન-૨)એ ગાંધીગ્રામ-૨ (યુની.) પોલીસ સ્ટેશનમાં આવેલ સ્પા ચેક કરવા માટેની સ્પેશ્યલ ડ્રાઇવ રાખેલ હોઇ

જેમા ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હોઈ મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે.દિયોરા (પશ્ચિમ વિભાગ)ના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ તેમજ પંચાયતનગર પોલીસ ચોકી માણસોની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલગ અલગ સ્પા.

ચેક કરવામાં આવ્યા હતા. જેમાં વલુન સ્પા, આત્મીય સ્પા, આનંદા સ્પા, વેલનેશ સ્પા, ધ રોયલ મીન્ટ સ્પા ચેક કરતા ડી-સ્ટાફ પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા તથા ડી-સ્ટાફની ટીમએ યુની. રોડ

શુભધારા કોમ્પલેક્ષ મયુર ભજીયા ઉપર બીજા માળે આવેલ ધ રોયલ મીન્ટ સ્પામાં રેઇડ કરી સ્પાની આડમાં ચાલતુ કુટણખાનુ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

અહીંથી ત્રણ આરોપીઓ (૧) અક્ષય જીતેશભાઇ મકવાણા વાલ્મીકી ઉ.વ.૨૨ ધંધો સ્પા.નો રહે પરસાણાનગર શેરી નં.૩ ગેલ કૃપા મકાન જામનગર રોડ રાજકોટ (૨) હિરેન દિપકભાઇ વાધેલા વાલ્મીકી ઉ.વ.૨૧ ધંધો પ્રા.નોકરી રહે – પરસાણાનગર શેરી નં.૩ રંભા ભવન જામનગર રોડ

રાજકોટ તથા (૩) જીગર રમેશભાઇ દુધરેજીયા – બાવજી ઉ.વ.૨૮ ધંધો પ્રા.નોકરી રહે પુષ્કરધામ સોસાયટી સામે ક્રિષ્ના એપાર્ટમેન્ટ ફલેટ નં.૩-એ રાજકોટને પકડી  અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ -૬ કિ.રૂ.૭૧,૦૦૦ તથા રોકડા રૂ.૨,૫૦૦ મળી કુલ રૂ.૭૩,૫૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે.

પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા ડીસીપી, એસીપીની રાહબરીમાં પોલીસ ઇન્સપેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા, એ.બી.વોરા, પો.હેડ.કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા,

યુવરાજસિંહ આર.ઝાલા, વિજયભાઇ બાલસ, સંજયભાઇ દાફડા, કુલદીપસિંહ ચુડાસમા પો.કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, બ્રિજરાજસિંહ ગોહીલ, બલભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, વિપુલભાઇ ઓળકીયા, મહિલા કોન્સ. નીલમબેને આ કામગીરી કરી છે. 

ઉપરાંત પંચાયતનગર પોલીસ ચોકીના પો.સબ.ઇન્સ. એ.બી.વોરા તથા ચોકી સ્ટાફના રોયલપાર્ક મેઇન રોડ એસ.વી.ટાવરમાં સત્યમ માર્ટની ઉપર ચોથા માળે હોલીડે વેલનેસ સ્પામાં રેઇડ કરતા પરપ્રાંતીય મળી આવતા જાહેરનામાનો ભંગ કરેલ હોઇ

Read About Weather here

(૧) વિજય ધનશ્યામભાઇ પરમાર વાણદ ઉ.વ.૩૫ ધંધો.વૈપાર રહે, ઇન્દીરા સર્કલ પુજા કોમ્પલેકસ બ્લોક નં-૧૦૫ રાજકોટ (૨) ગંગન શેરસીહ મુલ-ભુલ ઉ.વ.૩૧ , પગીપણું રહે.આત્મીય સ્કુલની સામે શીવાલય કોમ્પલેકસમાંની ધરપકડ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here