ગૌતમ ગંભીરને મળી ISISની ધમકી…!

ગૌતમ ગંભીરને મળી ISISની ધમકી...!
ગૌતમ ગંભીરને મળી ISISની ધમકી...!
આ બાબતે માહિતી જણાવતાં ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે કહ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે. સાંસદ ગૌતમ ગંભીરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે

Visit Saurashtra Kranti Homepage here

કે તેને ISIS કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે.જાણકારી મુજબ ગૌતમ ગંભીરને ગઈરાત્રે લગભગ 9.30 વાગે તેમના સત્તાવાર ઇ-મેલ પર ISIS કાશ્મીરે ધમકીભર્યો ઇ-મેલ મોકલ્યો હતો.

આ ઇ-મેલમાં ધમકી આપવામાં આવી છે કે અમે તને (ગૌતમ ગંભીર) અને તારા પરિવારને જાનથી મારી નાખીશું.આ ઇ-મેલ મળતાં જ ગંભીરે પોલીસને ફરિયાદ કરી છે. હવે આ મામલે તપાસ દિલ્હી પોલીસના સાયબર સેલને આપવામાં આવી છે.

સંપૂર્ણ તપાસ બાદ જ એ સ્પષ્ટ થશે કે આ સાચે જ કોઈ ધમકીભર્યો ઇ-મેલ છે કે પછી કોઈ જાઈજોઈને કરવામાં આવેલી ટીખળ છે. પોલીસ દ્વારા ગંભીરના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

ડિસેમ્બર 2019માં પણ ગૌતમ ગંભીર અને તેના પરિવારને હત્યાની ધમકી મળી હતી. આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન પર ધમકીઓ મળ્યા બાદ ગંભીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે ગંભીરે શાહદરાના ડેપ્યુટી કમિશનરને પત્ર લખ્યો હતો.

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ગંભીરે અનેક વખત આતંકવાદ સામે નિવેદનો આપ્યા છે. ESPN ક્રિકઇન્ફો સાથે વાત કરતાં ગંભીરે કહ્યું, ‘એવું નથી કે કોહલી દબાણમાં સારું પ્રદર્શન કરી શકતો નથી,

પરંતુ હું એ જરૂરથી કહીશ કે હવે કોહલી જરૂરી મેચમાં પ્રદર્શન કરી શકતો નથી. તે મહત્ત્વપૂર્ણ મેચોમાં મોટો સ્કોર કરી શકતો નથી, કદાચ તે માનસિક રીતે એટલો મજબૂત નથી.

Read About Weather here

ગંભીર 2011માં વર્લ્ડ કપ જીતનારી ટીમમાં સામેલ રહ્યો હતો.જો ક્રિકેટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની આકરી ટીકા કરી હતી. ગંભીરે તો ત્યાં સુધી કહ્યું હતું કે વિરાટ માનસિક રીતે મજબૂત નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here