52 વર્ષીય ટીના ગ્રેને લાગ્યું કે તે તેના ડાબા સ્તનમાં કંઈક અસામાન્ય અનુભવી રહી છે અને તેણે તેના પતિ ડેઝને તે તપાસવા કહ્યું.ટીના ગ્રેએ કહ્યું કે મને તેના નિર્ણય પર વિશ્વાસ હતો અને હું સીધો ડૉક્ટર પાસે ગયો.
Visit Saurashtra Kranti Homepage here
ડેલી મિરિર રિપોર્ટના અનુસાર ટીના ગ્રે ઈંગ્લેન્ડના હેમ્પશાયરમાં રહે છે. તેની ઉંમર 52 વર્ષની છે. જ્યારે તેના પતિ ડેઝની ઉંમર લગભગ 51 વર્ષની છે. ટીના ગ્રેને લગભગ 2 વર્ષ પહેલા મેનોપોઝ થયું હતું.
આખરે મારા પતિ કરતાં મારા સ્તનથી કોણ વધુ પરિચિત હશે? મહિલાએ તેના પતિને કહ્યું કે તેને એક ગાંઠ હોય તેવું લાગે છે. ટીના 11 ઓગસ્ટે બ્રેસ્ટ સર્જન પાસે ગઈ હતી.
ત્યારબાદ બંને પતિ-પત્ની ડૉક્ટરની પાસે ગયા. ત્યાં મેડિરલ ચેકઅપમાં જાણવા મળ્યું કે ટીના ગ્રેના બંને બ્રેસ્ટમાં ગાંઠ બની રહી હતી. તેમાંથી એક ગાંઠ નાની અને બીજી મોટી હતી. ડૉક્ટરોના અનુસાર, આ કેન્સરની ગાંઠ હતી.
ટીનાએ કહ્યું કે, સેક્સુઅલી એક્ટિવ હોવાને કારણે તેને આ જોખમકારક બીમારી વિશે સમયસર જાણવા મળી ગયું. જેના પગલે ડૉક્ટરોએ તેની સારવાર શરૂ કરી દીધી.રિપોર્ટના અનુસાર, મહિલાને બ્રેસ્ટ કેન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું હતું. આવી સ્થિતિમાં દર્દીનું બચવું મુશ્કેલ હોય છે.
તેમ છતાં ડૉક્ટરોએ મહિલાની સર્જરી કરીને તેની ગાંઠ કાઢી નાખી. તેનો જીવ બચી ગયો. ટીના જણાવે છે કે, આ જીંદગી પતિ ડેઝ અને બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના કારણે મળી છે. સેક્સ એક્ટિવ હોવાને કારણે પતિએ ગાંઠને ઓળખી કાઢી હતી. જો આવું ન થયું હોત તો તે અત્યારે જીવિત ન હોત.
ટીના ગ્રે નામની મહિલાએ પોતાની આપવિતી સંભળાવતા જણાવ્યું કે અમે પતિ-પત્ની એક રાતે સેક્સ કરવામાં વ્યસ્ત હતા ત્યારે પતિને મારા સ્તન પર ગાંઠ જેવું દેખાયું હતું અને તેની જાણ કરી હતી. ગ્રેએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક્ટિવ સેક્સ લાઈફને કારણે તેનો જીવ બચી જશે.
Read About Weather here
ત્યાર બાદ ડૉક્ટરોએ તેનું ઓપરેશન કર્યું અને તેને કેન્સરમાંથી બચાવી લીધી.આ વાત ધ્યાનમાં આવતા તેઓ ડૉક્ટર પાસે ગયા હતા અને જ્યા કેન્સરની ગાંઠ હોવાની ખબર પડતા ગ્રે આશ્ચર્ચયકિત રહી ગઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here