એમેઝોન કંપની ગાંજાનાં વેચાણનાં રવાડે??

એમેઝોન કંપની ગાંજાનાં વેચાણનાં રવાડે??
એમેઝોન કંપની ગાંજાનાં વેચાણનાં રવાડે??

મધ્યપ્રદેશમાં કંપનીનાં ઉચ્ચ અધિકારી સામે કેસ નોંધાયો: આંધ્રપ્રદેશમાં પણ એમેઝોનનાં કરતૂતોનો પર્દાફાશ
ગાંજા સહિતનાં ચેપી પદાર્થોની હેરફેરનું મોટું નેટવર્ક, ભારતમાં કંપનીનાં સ્થાનિક અધિકારીઓ ચલાવતા હોવાની શંકા: જો કે કંપનીનાં પ્રવકતાએ પોલીસને પુરા સહકારની ખાતરી આપી

મધ્યપ્રદેશ ઉપરાંત આંધ્રપ્રદેશમાં પણ એમેઝોન કંપની મારફત ગાંજા જેવા નશીલા પદાર્થની હેરફેર અને વેચાણનું મોટું નેટવર્ક પકડી પાડવામાં મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશને સફળતા મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

મધ્યપ્રદેશનાં ભીંડ જિલ્લામાં 20 કિલો ગ્રામ ગાંજા સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જેની તપાસબાદ એમેઝોન કંપનીનાં ભારત સાથેનાં એક્ઝીક્યુટીવ ડિરેક્ટરો સામે એનડીપીએસ ધારાઓ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

રાજ્યની પોલીસે દાવો કર્યો છે કે એમેઝોન કંપની મારફત ગાંજાનો જથ્થો ઓનલાઈન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલી વેચાણ કરવાનું મોટું કૌભાંડ કરવામાં આવ્યું હતું. જો કે એમેઝોન ઇન્ડિયાનાં પ્રવક્તાએ તપાસમાં પૂરેપૂરો સહયોગ અને સહકાર આપવાની ખાતરી ઉપજાવી છે.

એમપી પોલીસે આપેલી વિગતો અને માહિતીનાં આધારે આંધ્રપ્રદેશમાં પણ એમેઝોનનું ઓનલાઈન ડ્રગ્સ વેચાણ બહાર આવ્યું હતું. વિશાખાપટ્ટનમ પોલીસે ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. એમેઝોન મારફત આ શખ્સ ગાંજો વેચવાનું બહાર આવ્યું હતું.

દરમ્યાન ઓલ ઇન્ડિયા વેપારી ફેડરેશને એમેઝોન જેવી કંપની પાસે કડક પગલા લેવા માંગણી કરી છે. મધ્યપ્રદેશનાં મંત્રી નરોતમ મિશ્રાએ જણાવ્યું હતું કે, એમેઝોન જેવી આંતર રાષ્ટ્રીય ઈ-કોમર્સ કંપનીઓ તપાસમાં અસહકાર આપે છે તે ઘણી ચિંતાની બાબત છે.

Read About Weather here

કેમકે આવી કંપનીઓનાં કામને નિયંત્રિત કરવા માટે આપણે ત્યાં કોઈપણ પ્રકારની માર્ગદર્શીકાઓ બનાવવામાં આવી નથી. પણ અમે જરૂર પગલા લેશું. એમેઝોનનાં એમડી અને સીઈઓ ને ચેતવણી આપી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here