ભૂતિયા ઘર…!

ભૂતિયા ઘર…!
ભૂતિયા ઘર…!
અહીં આ પ્રકારનાં ઘરો વેચાવાના બંધ થઈ ગયાં હતાં. કોઈ જૂના ઘરમાં કોઈનું મર્ડર થયું હોય કે પછી કોઈ ગુનાખોરી થઈ હોય તો તે વેચાવું લગભગ અશક્ય હોય છે. જાપાનમાં એવાં ઘણાં ઘર છે જ્યાં આ પ્રકારની ઘટનાઓ થઈ ચૂકી છે.  

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન જોબુત્સુ નામની એક રિયલ એસ્ટેટ સ્ટાર્ટઅપ કંપનીએ જોરદાર આઈડિયા અમલમાં મૂક્યો. તેણે આ પ્રકારનાં ઘરોનું સ્ટાર રેટિંગ વધાર્યું. જે ઘરમાં મર્ડર થયું હોય તેને 7 સ્ટાર અપાયા.

જ્યાં કોઈ દુર્ઘટના ઘટી હોય તેને 6 કે 5 સ્ટાર અપાયા. એટલું જ નહીં, મર્ડર થયું હોય એવી પ્રોપર્ટીની કિંમત 50% ઘટાડી દીધી. આ આઈડિયા કામ કરી ગયો. આમ તો જાપાનમાં એવો કાયદો છે કે ઘર વેચનારી વ્યક્તિએ એ કહેવું જરૂરી નથી હોતું કે ત્યાં કોઈનું મર્ડર કે કોઈ દુર્ઘટના ઘટી હતી.

જાપાનના લોકો આ પ્રકારની એક્સિડેન્ટ પ્રોપર્ટી ખરીદતા નથી. સ્ટાર્ટઅપ જોબુત્સુએ પોતાની વેબસાઈટ પર આવાં ઘરોની સંપૂર્ણ માહિતી સાથેની યાદી મૂકી છે. જેના આધારે લોકો એક્સિડેન્ટ પ્રોપર્ટી ખરીદી શકે છે.

ટોક્યોમાં કથિત રીતે ભૂતિયાં ઘરો પણ હવે વેચાઈ રહ્યાં છે. જોબુત્સુ કંપનીનું કહેવું છે કે અમે બજારભાવમાં 50%ની છૂટ આપ્યા પછી પણ આવી પ્રોપર્ટી વેચાતી નહોતી. એટલે અમે એ ઘરોનું સ્પેશિયલ ક્લિનિંગ કરાવવાનું શરૂ કર્યું.

એટલું જ નહીં, તેમાં તોડફોડ કરીને કેટલાક હિસ્સા નવા બનાવ્યા, નવું ડિઝાઈનિંગ, નવું ફર્નિચર લાવીને અનેક ઘરોને રિફર્નિશ પણ કર્યા. અમારો હેતુ એક્સિડન્ટ પ્રોપર્ટીની છબિ બદલવાનો છે.

Read About Weather here

અમારા આઈડિયાથી ખરીદારોની માનસિકતા બદલાઈ છે. ટોક્યોમાં આવી અનેક પ્રોપર્ટી છે, જેના ભાવ હવે ઊંચકાયા છે.પરિણામે કેટલાક ખરીદારો વધુ પૈસા ચૂકવવા પણ તૈયાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here