સ્વચ્છતા અભિયાનની હાંસી ઉડાવતી કચરા નગર રાજકોટની તસ્વીરો

સ્વચ્છતા અભિયાનની હાંસી ઉડાવતી કચરા નગર રાજકોટની તસ્વીરો
સ્વચ્છતા અભિયાનની હાંસી ઉડાવતી કચરા નગર રાજકોટની તસ્વીરો

રાજકોટને સ્વચ્છ બનાવવા અધિકારી-કર્મચારીઓએ શેરી-ગલીઓમાં ઉતરવું પડે

સ્વચ્છ સર્વેક્ષણ 2021 અંતર્ગત સમગ્ર દેશના જુદા – જુદા મહાનગરો તેમજ શહેરો વચ્ચે સ્વચ્છતા બાબતે સ્પર્ધા યોજવામાં આવી હતી. દેશભરના 4320 શહેરોમાંથી રાજકોટ શહેરનો 11મો ક્રમ આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગત વર્ષે સ્વચ્છતા માટે રાજકોટ શહેરનો છઠ્ઠો ક્રમ આવ્યો હતો.મહાનગરપાલિકાના અનેક વોર્ડમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ! રાજકોટ શહેરને ચોખ્ખું ચણાક બનાવવું હોય તો મનપા તંત્ર દ્વારા અફલાતૂન કામગીરી કરવી જ પડશે. અધિકારીઓ – કર્મચારીઓએ શેરી – ગલ્લીઓમાં ઉતરવું પડશે.

શાકમાર્કેટની આજુબાજુમાં એટલી ગંદકી હોય છે કે, ત્યાંથી રાહદારીઓને ચાલવું મુશ્કેલ બને છે. ઓફિસમાં બેસી સુંદર રાજકોટના ગાણા ગાતા અધિકારીઓ – કર્મચારીઓનો પદાધિકારીઓએ ક્લાસ લેવા જોઈએ.

શહેરમાં ભળેલા નવા વિસ્તારોમાં અધિકારીઓ – પદાધિકારીઓ ચક્કર લગાવે તો ખબર પડે કે વિસ્તારોમાં કેવી હાલત છે! અનેક વિસ્તારોમાં ટિપર વાન મોડી પહોચતી હોવાથી કચરાના ઢગલા થઈ રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે.

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેરને ચોખ્ખું – ચણાંક બનાવવા વોર્ડના તમામ વિસ્તારોમાં સમયસર સફાઈ થવી જોઈએ. વોર્ડના કોર્પોરેટરોએ સામજીક સંસ્થાઓનો સહયોગ લેવો જોઈએ.

ચૂંટણી ટાણે જેમ મીટીંગો કરાય છે તેમ અલગ – અલગ વિસ્તારોમાં મીટીંગ કરવી જોઈએ. મીટીંગમાં સ્વચ્છતા અંગે લોકોને સમજાવવા જોઈએ. જે લોકો જ્યાં – ત્યાં કચરાના ઢગલા ફેંકી જવાબદારી ખંખેરી નાખે છે તેવા લોકો સામે દંડની કાર્યવાહી કરવી જોઈએ.

મનપાના પદાધિકારીઓએ કોર્પોરેટરોને સૂચના આપવી જોઈએ કે, વોર્ડમાં મિટિંગ કરી લોકોને સ્વચ્છતા અંગે સમજાવો. કેટલા વોર્ડમાં મીટીંગ કરી તેના અહેવાલ માંગવો જોઈએ.

Read About Weather here

રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવું હોય તો નક્કર આયોજન કરવું જ પડે. બધા લોકોની ફરજ છે કે મનપા તંત્રને પૂરતો સહયોગ આપવો જોઈએ. આશા રાખીએ કે આવતા વર્ષે ટોપ ટેનમાં નહિ રાજકોટ શહેરનો પ્રથમ ક્રમ આવે.(1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here