ભારતીય સેનાનાં વીર જવાનોને રાષ્ટ્રપતિનાં હસ્તે શૌર્યચંદ્રક એનાયત

ભારતીય સેનાનાં વીર જવાનોને રાષ્ટ્રપતિનાં હસ્તે શૌર્યચંદ્રક એનાયત
ભારતીય સેનાનાં વીર જવાનોને રાષ્ટ્રપતિનાં હસ્તે શૌર્યચંદ્રક એનાયત

પાક. યુધ્ધ વિમાન તોડી પાડનાર કેપ્ટન અભિનંદનને વીરચક્ર: રાષ્ટ્રપતિ ભવન તાળીઓનાં ગડગડાટથી ગુંજી ઉઠ્યું
શહીદ મેજર વિભૂતિ શંકર ઢોંઢીયાલ અને અન્ય જવાનને મરણોપરાંત શૌર્યચક્ર

2019ની બાલાકોટ એરસ્ટ્રાઈકનાં હીરો અને કબ્જા ગ્રસ્ત કાશ્મીરમાં ઊંડે સુધી ઘુસી જઈ પાકિસ્તાનનું એફ-16 યુધ્ધ વિમાન તોડી પાડનાર ભારતીય વાયુ સેનાનાં ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને રાષ્ટ્રપતિનાં હસ્તે વીરચક્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ગરિમાપૂર્ણ સમારંભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે ભારતીય જવાનોને વીરતાચક્ર અપાયા હતા. ગ્રુપ કેપ્ટન અભિનંદનને રાષ્ટ્રપતિનાં હાથે વીરચક્ર એનાયત કરાયું ત્યારે સૌથી વધુ તાળીઓનાં ગડગડાટથી રાષ્ટ્રપતિ ભવન ગુંજી ઉઠ્યું હતું.

2019 માં અભિનંદને પાકિસ્તાનનાં યુધ્ધ વિમાનને ફૂંકી માર્યું ત્યારે તેઓ હવાઈદળમાં વિંગ કમાન્ડર હતા. પુલવામા પર હુમલા બાદ ભારતે પાકિસ્તાનનાં બાલાકોટમાં આવેલા આતંકવાદી કેમ્પ પર જોરદાર સર્જીકલ એરસ્ટ્રાઈક કરી હતી અને અનેક આતંકવાદી ઠેકાણા નષ્ટ કરી નાખવામાં આવ્યા હતા.

અનેક આતંકવાદીઓનો ખાતમો થયો હતો. પાકિસ્તાને તેના યુધ્ધ વિમાનોને ભારતીય સરહદમાં ઘૂસીને હુમલાનો પ્રયાસ કર્યો હતો એ સમયે ભારતીય વાયુ સેનાનાં જવાનોએ જડબાતોડ જવાબ આપીને એમને પાછા ધકેલી દીધા હતા.

એ સમયે મીગ 21 વિમાનનાં પાયલોટ અભિનંદને ડોગ ફાઈટમાં પાકિસ્તાનનું યુધ્ધ વિમાન તોડી પાડ્યું હતું. અભિનંદનનું વિમાન પણ તૂટી પડતા એમને પાકિસ્તાની સૈનિકોએ પકડી લીધા હતા. પરંતુ બાદમાં ભારત સરકારે એમને છોડાવી લીધા હતા. આજે અભિનંદન વીરચક્ર અપાયું હતું.

આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સંરક્ષણ મંત્રી રાજનાથ સીંઘે પણ એમને વધાવી લીધા હતા.શહીદ નાયબ સુબેદાર સોમબીરને મરણોપરાંત શૌર્યચક્રથી સન્માનિત કરાયા હતા. તેઓ જમ્મુ કાશ્મીરમાં એક ખૂંખાર આતંકવાદીને માર્યા બાદ શહીદ થયા હતા.

એમના માતા અને પત્નીએ રાષ્ટ્રપતિનાં હસ્તે શૌર્યચક્ર સ્વીકાર્યું હતું. આતંકવાદીઓ સાથે અથડામણમાં પાંચ આતંકવાદીઓને ઠાર મારી 200 કિલો વિસ્ફોટક પદાર્થ ઝડપીને શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢોંઢીયાલને પણ શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Read About Weather here

એમના પત્ની લેફ.નિકિતા કૌલ તથા શહીદનાં માતાએ સન્માન ગ્રહણ કર્યું હતું. લશ્કરની ઈજનેરી પાખનાં શહીદ જવાન પ્રકાશ જાધવને શાંતિ કાળનો બીજો સર્વોચ્ચ પુરસ્કાર કિર્તીચક્રથી સન્માનિત કરાયા હતા. શહીદનાં માતા અને પત્નીએ એવોર્ડ સ્વીકાર્યો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here