10મા માળેથી પટકાતા યુવાનનું મોત…!

10મા માળેથી પટકાતા યુવાનનું મોત…!
10મા માળેથી પટકાતા યુવાનનું મોત…!
8 મહિનાથી નવનિર્મિત બિલ્ડીંગમાં કામ કરતા મોતને ભેટેલો સાજન યુપીવાસી અને પરિવારનો આર્થિક સહારો હતો. સુરતમાં વેસુના એક નવનિર્મિત બિલ્ડીંગના 10મા માળેથી યુવાન મજૂર 110 ફૂટ નીચે પટકાતા મોતને ભેટ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આજે વહેલી સવારે બનેલી આ ઘટના બાદ 18 વર્ષીય સાજનને રિક્ષામાં સિવિલ હોસ્પિટલ લવાયો હતો.અંકિત (સુપર વાઇઝર, હરી સ્ટાર લેબલ કોન્ટ્રેકર) એ જણાવ્યું હતું કે પ્રોજેકટનું નામ સ્કાય બિલ્ડીંગ છે અને નવનિર્મિત છે.

મૃતક સાજન ફકીરા સલમા 8 મહિનાથી સેંટિંગના કામ સાથે જોડાયેલો હતો. આજે સવારે 9 કર્મચારીઓ સાથે 10મા માળે કામ કરી રહ્યો હતો. 8:30 વાગે ઘટના બની હતી. પગ સ્લીપ થઈ જતા સાજન નીચે પટકાયો હતો.

Read About Weather here

વધુમાં જણાવ્યું હતું સાજન સુરતમાં એના પિતરાઈ ભાઈ સાથે રહેતો હતો. વતનમાં માતા-પિતા, ભાઈ-બહેન છે. 8 મહિનામાં જ મોત મળ્યું હોવાની માહિતી મળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.પરિવારનો આર્થિક સહારો હતો. સુરત રોજગારી માટે આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here