ગુજરાત સરકાર એપીએમસી કાયદામાં સુધારા કરી શકે છે: રાઘવજી પટેલ

ગુજરાત સરકાર એપીએમસી કાયદામાં સુધારા કરી શકે છે: રાઘવજી પટેલ
ગુજરાત સરકાર એપીએમસી કાયદામાં સુધારા કરી શકે છે: રાઘવજી પટેલ

વડાપ્રધાને નવા કૃષિકાયદા પરત લેવાની જાહેરાત કરતા કૃષિમંત્રીનો મત: રાજ્ય સરકારે ગત સપ્ટેમ્બર 2020 માં કાયદામાં સુધારો ફેરફાર કર્યા હતા: આ પોતાનો અંગત મત હોવાની કૃષિમંત્રીની સ્પષ્ટતા

ગુજરાતનાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનાં નિર્દેશો અને ભલામણ મુજબ ગયા વર્ષે રાજ્ય સરકારે એપીએમસી ધારામાં સુધારા કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

હવે વડાપ્રધાને ત્રણેય નવા કૃષિકાયદા પાછા લઇ લેવાની જાહેરાત કરી છે. ત્યારે રાજ્ય સરકારે પણ કાયદામાં સુધારા કરવા પડશે. જો કે આ મારો અંગત મત છે.

ગુજરાત સરકારે કૃષિ ઉત્પાદન બજાર ધારો 1963 માં કેન્દ્રનાં નવા નિયમો મુજબ સુધારા કર્યા હતા. ખેડૂતોને એમની જણસો વહેંચવા માટે વિવિધ વિકલ્પો મળે એ માટે નવી વ્યવસ્થા કરવાનું કાયદામાં જોગવાય રૂપે સામેલ કરવામાં આવ્યું હતું.

જો કે માર્કેટ યાર્ડનાં સુત્રો જણાવે છે કે, કેન્દ્રનાં નિર્ણયની ગુજરાતમાં તાત્કાલિક અસર થવાની નથી. કેમકે ગુજરાતનો પોતાનો આ અંગેનો અલગ કાયદો મોજુદ છે.

કેટલાક સુત્રોએ જણાવ્યું હતું કે, નવા કૃષિ કાયદા ઘડાયા બાદ અને ગુજરાતનાં કાયદા સુધારાયા બાદ માર્કેટિંગ યાર્ડની આવકમાં 60 ટકા જેટલો ઘસારો થયો છે.

Read About Weather here

બાર યાર્ડ તો બંધ પડી ગયા હતા. ગુજરાત આપ નાં નેતા સાગર રબારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોએ અનુકુળ સુધારા કરાવવા હોય તો આંદોલન કરવું પડશે. વડાપ્રધાને જે નિર્ણય લીધો છે એ રાજકીય મજબૂરી થી લીધો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here