ખેડૂતોની એકતા સામે ક્રૂર અને અહંકારી શાસનને અંતે ઝૂકવું પડ્યું: કોંગ્રેસ

ખેડૂતોની એકતા સામે ક્રૂર અને અહંકારી શાસનને અંતે ઝૂકવું પડ્યું: કોંગ્રેસ
ખેડૂતોની એકતા સામે ક્રૂર અને અહંકારી શાસનને અંતે ઝૂકવું પડ્યું: કોંગ્રેસ

ખેડૂતોની શહીદી અને ધીરજનું એ પરિણામ છે કે કૃષિકાયદા પાછા લેવા પડ્યા, શહેર કોંગ્રેસનાં આગેવાનોની આકરી પ્રતિક્રિયા
ખેડૂતોએ દમન સામે એક વર્ષથી બાથ ભીડી અને ડરાવવા ધમકાવવાનાં તમામ પ્રયાસો સામે અડગ રહ્યા એ બદલ કિસાનોને વંદન: અશોક ડાંગર, પ્રદિપ ત્રિવેદી અને વશરામ સાગઠીયાનો પ્રતિભાવ

શુક્રવારે સવારે ત્રણ નવા કાળા કૃષિકાયદા પરત ખેંચવાની વડાપ્રધાનની નાટકીય જાહેરાત અંગે જોરદાર પ્રતિક્રિયા આપતા રાજકોટ શહેર કોંગ્રેસનાં આગેવાનોએ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, અંગ્રેજોથી પણ વધારે ક્રૂર અને અહંકારી શાસનને ખેડૂતોની અદ્દભુત એકતા, ધીરજ અને બલિદાનો સામે ઝુકી જવું પડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

દમન સામે એક વર્ષ કરતા વધુ સમયથી બાથ ભીડનાર ખેડૂતોને વંદન કરતા કોંગ્રેસનાં આગેવાનો અશોક ડાંગર, પ્રદિપ ત્રિવેદી અને વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની એકતા સામે કોઈનું કઈ ચાલ્યું નથી અને સરકારને ઝૂકવું પડ્યું છે.

કોંગ્રેસનાં આગેવાનોએ એક નિવેદનમાં તીખી ટકોર કરી હતી કે છેલ્લા એક વર્ષ દરમ્યાન મોદી સરકારે જીદ્દી અને અહંકારી વલણ બતાવી ખેડૂત આંદોલનને કચડવાના અમાનવીય પ્રયાસો કર્યા હતા. અનેક ખેડૂતોએ જાન ગુમાવ્યા.

એમના પરિવારોને પારાવાર યાતના ભોગવવી પડી. આ સરકારે કોર્પોરેટ કંપનીઓનાં ઈશારે માલેતુજાર વેપારીઓને ખેતીનાં અધિકાર આપવા માટે આવા કાળા કાયદા ઘડ્યા હતા.

જે સમગ્ર વિશ્વમાં નિંદાપાત્ર બન્યા હતા. ખેડૂતોનાં એક વર્ષનાં અવિરત આંદોલન અને સંઘર્ષનાં અંતે મોદી સરકારને પીછેહટ કરવી પડી છે. અસંખ્ય કિસાનોએ જીવ ગુમાવ્યા, લાખો નાગરિકોને અગવડ પડી અને અર્થતંત્રને પણ

અકલ્પનીય નુકશાન થયું. આ ગાળા દરમ્યાન ભાજપનાં ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને અન્ય આગેવાનોએ હિંસક તથા આક્રમક વલણ બતાવી કિસાનોને ડરાવવા, ધમકાવવા તથા આંદોલન કચડી નાખવાના તમામ પ્રકારનાં હલકા પ્રયાસો કર્યા હતા.

અતિશય નિમ્નકક્ષાની માનસિકતા બતાવી આંદોલનને ધાર્મિક રંગ આપવાનો પણ નિષ્ફળ પ્રયાસ થયો હતો. છતાં દેશના તમામ કિસાન ભાઈઓ અને ન્યાય પ્રિય નાગરિકોનો વિજય થયો છે.

દેશના તમામ નાગરિકો ફરી એકવાર અહિંસક આંદોલનની સફળતાને વધાવી લઇ પ્રેરણા લેશે. કોંગ્રેસનાં આગેવાનોએ સંયુક્ત નિવેદનમાં એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાતનાં ખેડૂતો આગામી વિધાનસભા ચૂંટણીઓમાં જરૂર સતા પરિવર્તન લાવશે.

વશરામ સાગઠીયાએ એમના નિવેદનમાં જણાવ્યું હતું કે કપરા સમયમાં ખેડૂતોની સાથે ઉભી રહેલી કોંગ્રેસનો ખેડૂતોએ ખાસ આભાર માન્યો છે. ખેડૂતોને જે રીતે પરેશાન કરવામાં આવ્યા એ તેઓ કદી નહીં ભૂલે.

મારા જેવા એક ખેડૂતને પણ ત્રણ દિવસ જેલ ભોગવવી પડતી હોય અને એ પણ ગાંધીનાં ગુજરાતમાં બને તો લાગે છે કે ગુજરાતમાં લોકશાહી લગભગ સમાપ્ત થઇ રહી છે. વિરોધ કરવાનો અધિકાર પણ ભાજપ સરકારે રહેવા દીધો નથી. એ વલણ બંધારણની વિરૂધ્ધ છે.

દરેક નાગરિકને પોતાની સાચી વાત કરવાનો અને સરકાર પાસે વાત લઇ જવાનો બંધારણીય અધિકાર છે. પણ આવા કાળા કાયદા લાવીને ભાજપે ખેડૂતોને બરબાદ કરવા અને એમની જમીનો આડકતરી રીતે ઝુટવી લેવાનો પ્રયાસ કર્યો.

જેની સામે દેશના ખેડૂતો અને ખાસ કરીને હરિયાણા, પંજાબ, તથા ઉતરપ્રદેશનાં ખેડૂતોએ જે રીતે સરકાર સામે બાત ભીડી અને ખેડૂતોએ શહીદી બહોરી છે. એ રીતે ખેડૂતોની એકતા, શહીદી અને ધીરજનું પરિણામ છે કે સરકારને ઝૂકવું પડ્યું છે.

હું એક ખેડૂત તરીકે દેશના તમામ ખેડૂતોને વંદન કરું છું. જો એકતા હશે તો ઝૂકવું પડશે. એ વાત આંદોલનથી સાબિત થઇ છે. જે ચાર રાજ્યોમાં ચૂંટણીઓ છે ત્યાં ભાજપનાં સુપડા સાફ થવાનાં સંકેત આપતો સર્વે થયો હતો.

Read About Weather here

તેથી બીક લાગી છે. અને સરકારને કાયદા પાછા લેવાની સદ્દબુધ્ધિ ભગવાને આપી છે. જય જવાન જય કિસાન, ખેડૂત એકતા ઝીંદાબાદ.શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર,કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી અને પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ સરકાર પર આક્ષેપો કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here