ગાંધીજીનું સપનું સાકાર કરશે સુરેન્દ્રનગર

ગાંધીજીનું સપનું સાકાર કરશે સુરેન્દ્રનગર
ગાંધીજીનું સપનું સાકાર કરશે સુરેન્દ્રનગર

બકરીનાં દૂધમાંથી બનેલું ચીઝ અમુલની મદદથી બજારમાં મુકાશે: સૂરસાગર ડેરી દ્વારા વિવિધ પ્રોડક્ટ બજારમાં મુકવાની જોરદાર તૈયારીઓ: અમુલ બ્રાન્ડનું ફેટાચીઝનું ઉત્પાદન કરી ટૂંક સમયમાં વેચાણ શરૂ કરાશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જીવનભર બકરીનાં દૂધનો ઉપયોગ કરવાનો સતત ઉપદેશ આપ્યો હતો અને બકરીનાં દૂધમાં રહેલા ગુણ સમજાવ્યા હતા. ગાંધીજીનું સપનું સુરેન્દ્રનગરમાં સાકાર થઇ રહ્યું હોય તેવું લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

સુરેન્દ્રનગરની વિખ્યાત સૂરસાગર ડેરી દ્વારા બકરીનાં દૂધમાંથી બનાવેલું વિશિષ્ટ ફેટાચીઝ અમુલ કંપનીની સહાયથી બજારમાં મુકવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમુલ બ્રાન્ડનું આ વિશિષ્ટ ચીઝ ટૂંક સમયમાં લોકોને બજારમાં મળતું થઇ જશે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં સક્રિય સ્વૈચ્છિક સંસ્થા સહજીવન સાથે સૂરસાગર ડેરીની બેઠક યોજાનાર છે. ગુજરાત દૂધ ઉત્પાદક સહકારી ફેડરેશનને ફેટાચીઝની પ્રોડક્ટથી વાકેફ કરવામાં આવશે અને સંભવત ડિસેમ્બરમાં ચીઝ બજારમાં મૂકી દેવાશે. સહકારી ફેડરેશન અમુલ બ્રાન્ડની પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે

અને ચીઝમાં પણ રસ બતાવ્યો છે.સહજીવનનાં એક્ઝીક્યુટીવ ડિરેક્ટર મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમે ફેડરેશન સાથે બેઠક કરી છે જેમાં ફેટાચીઝનાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બકરીનાં દૂધમાંથી બનતા ચીઝમાં બિલકુલ ચરબી હોતી નથી.

એટલે વધુ ફાયદાકારક ગણાય છે. સૂરસાગર ડેરી દૈનિક 2 હજાર લીટર બકરીનું દૂધ પ્રાપ્ત કરશે અને ચીઝનું ઉત્પાદન કરવામાં આવશે. ફેટાચીઝનું લોન્ચિંગ કેન્દ્રનાં ડેરી અને પ્રાણી સંવર્ધન મંત્રી પુરૂષોતમ રૂપાલાનાં હસ્તે કરવામાં આવે તેવી શક્યતા છે.

ભારતમાં બહુ ઓછા પાયે બકરીનાં દૂધમાંથી ચીઝ બને છે. મોટાભાગે ડેન્માર્ક અને ફ્રાન્સ જેવા દેશોમાંથી આ પ્રકારનાં ચીઝની આપણે આયાત કરીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં બકરીનાં દૂધનો વ્યવસાય કરતા પશુપાલકોની સંખ્યા બહુ મોટી છે.

સૂરસાગર ડેરી સાયલા અને ચોટીલા તાલુકાઓમાં 17 સ્થળેથી બકરીનાં દૂધનો જથ્થો પ્રાપ્ત કરે છે. અત્યારે બકરીનું પાલન કરતા 500 પરિવારો જિલ્લામાં સક્રિય છે.

Read About Weather here

જેના કારણે ડેરીને દૈનિક 8 હજાર લીટર દૂધ પ્રાપ્ત થઇ શકે છે પણ હાલ શરૂઆતમાં દૈનિક 2 હજાર લીટર બકરીનું દૂધ પ્રાપ્ત કરવામાં આવશે તેમ ડેરીનાં એમડી ગુરદીત સંઘે જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here