અમલદાર શાહીની નિષ્ક્રિયતાથી સુપ્રીમ કોર્ટ નારાજ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

વહીવટીતંત્ર કોઈ નિર્ણય લેવા માંગતું નથી, બધું કોર્ટ કરે એવું ઈચ્છે છે: અમલદાર શાહીમાં જોવા મળતા વલણની ટીકા કરતા મુખ્ય ન્યાયમૂર્તિ

દેશના અમલદાર શાહી તંત્રની નિષ્ક્રિયતા સામે સખ્ત નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે એવી આકરી ટકોર કરી છે કે, અમલદાર શાહી જાતે કોઈ નિર્ણય લેવા માંગતી નથી અને બધું અદાલત કરે એવી અપેક્ષા રાખી છે. સુપ્રીમે અમલદાર તંત્રની નિષ્ક્રિયતાની સખ્ત ટીકા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હી અને અન્ય વિસ્તારોનાં પ્રદુષણ અને પરાળી બાળવાની પ્રક્રિયા અંગે પર્યાવરણ કાર્યકરોએ કરેલી અરજી પર સુનવણી દરમ્યાન સુપ્રીમનાં મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમણાએ જણાવ્યું હતું કે, હું લાંબા સમયથી એક હકીકતનું નિરીક્ષણ કરી રહ્યો છે

કે, એક પ્રકારની નિષ્ક્રિયતાનું હવામાન સર્જાયું છે તેઓ કોઈ નિર્ણય લેવા માંગતા નથી. કાર અટકાવવી હોય, વાહન જપ્ત કરવા હોય, આગ પ્રસરતી કઈ રીતે રોકવી એ બધાનો નિર્ણય અદાલત લે એવું અમલદાર શાહી ઈચ્છે છે.

Read About Weather here

એવો અભિગમ તંત્રમાં જોવા મળી રહ્યો છે. અરજદારોએ પરાળી બાળવાના મશીનો નાના અને સીમાંત ખેડૂતોને પુરા પાડવાનો કેન્દ્રને આદેશ આપવા સુપ્રીમને વિનવણી કરી છે. મંગળવારે કેન્દ્ર સરકારે દિલ્હી સહિતનાં શહેરોમાં સર્જાયેલા વાયુ પ્રદુષણ અંગે એક ખાસ બેઠક યોજી હતી. જેની વિગતો જાહેર થઇ નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here