દોસ્ત દોસ્તના રહા : મિત્રનું મિત્ર પર ફાયરિંગ…!

દોસ્ત દોસ્તના રહા : મિત્રનું મિત્ર પર ફાયરિંગ...!
દોસ્ત દોસ્તના રહા : મિત્રનું મિત્ર પર ફાયરિંગ...!

સમગ્ર મામલે ભોગ બનનાર યુવાને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતા તાત્કાલિક અસરથી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરના જ્યોતિનગર ચોક ખાતે ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં એક મિત્રએ જ તેના મિત્ર પર ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે. ફાયરિંગ કરનાર રાજદિપ તાળા અને તેના ભાઇ અભિષેક તાળા સામે ફરિયાદી યુવાન હર્ષિત જાનીની ફરિયાદ નોંધી યુનિવર્સીટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે રાત્રીના 11 વાગ્યા આસપાસ શહેરના જ્યોતિનગર ચોક ખાતે એક યુવાન પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ફરિયાદી યુવાન હર્ષિત જાનીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાત્રીના સમયે નકળંગ ટી સ્ટોલ ખાતે મિત્ર અભિષેક તાળા અને તેના ભાઇ રાજદિપ તાળા મળ્યા હતા

જે બાદ રાજદિપ તાળાએ જ્યોતિનગર ચોક ખાતે આવવા જણાવ્યું હતું. જેથી ફરિયાદી હર્ષિત જાની તેના અન્ય મિત્ર સાથે જ્યોતિનગર ચોક પહોંચ્યો હતો જ્યાં રાજદિપ અને

તેના ભાઇ અભિષેક આવી પહોંચ્યા હતા અને રાજદિપ તાળાએ અપશબ્દ કહી તેમની પાસે રહેલ હથિયાર કાઢી ફાયરિંગ કર્યું હતું. અને તે બાદ તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી પોલીસે ફાયરિંગ અંગે પુરાવા એકત્રિત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. યુવાને સમગ્ર મામલે ફાયરિંગ કરનાર રાજદિપ તાળા અને તેના ભાઇ અભિષેક તાળા સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ફાયરિંગ કરનાર રાજદિપ પાસે પરવાના વાળુ હથિયાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જેમાંથી ફાયરિંગ કર્યું હતું કે અન્ય કોઇ હથિયાર માંથી ફાયરિંગ કર્યું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે.

મિત્રતામાં થયેલ કોઇ મનદુઃખના કારણે આવી અચાનક રાજદિપ તાડાએ ફાયરિંગ કરતા ભોગબનનાર યુવાન હર્ષિત જાનીએ બનાવ સ્થળ પરથી જ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મોબાઇલ ફોનની સંપર્ક સાધ્યો હતો અને બનાવ અંગે જાણ કરી હતી

જે બાદ મંત્રી દ્વારા સાંસદ રામભાઇ મોકરિયાને જાણ કરવામાં આવી હતી જેથી સાંસદ પણ સ્થળ પર આવી પહોચ્યા હતા અને મોડી રાતના સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ ત્યાં સુધી પોલીસ સ્ટેશન હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભોગબનનાર યુવાન હર્ષિત જાની અને આરોપી રાજદિપ તેમજ અભિષેક તાડા મિત્ર છે. હર્ષિત જાની બ્રહ્મસમાજમાં અને સાથે સાથે પૂર્વ કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે કામ કરતો હતો.

Read About Weather here

હાલ અભિષેક તાળા અને રાજદિપ તાળા મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઇ જતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.જયારે અભિષેક તાળા પણ ગત મનપાની ચૂંટણીમાં રાજકોટના વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો હતો જેમાં તેને હાર મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here