સગર્ભાનું હૃદય ફાટી જવાથી મોત…!

સગર્ભાનું હૃદય ફાટી જવાથી મોત…!
સગર્ભાનું હૃદય ફાટી જવાથી મોત…!

સુરત સ્મીમેરના ફોરેન્સિક વિભાગના નિષ્ણાત ડોક્ટર સંદીપ રતાણીએ જણાવ્યું હતું કે સગર્ભા અવસ્થાના પ્રથમ 6 મહિનામાં આવા કોમ્પ્લિકેશન થવાની શક્યતા વધારે હોય એમ કહી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

સગર્ભાવસ્થામાં હૃદય ફાટી જવાથી થયેલા મોતની ઘટનામાં સુરત સહિત ગુજરાતનો પ્રથમ કિસ્સો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ પોન્ડીચેરી જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએશન એન્ડ રિસર્ચ સેન્ટરના અભ્યાસમાં પણ આવા

કિસ્સાઓ 1 લાખમાં ગણ્યા ગાંઠિયા 2-3 બનતા હોવાનો અભ્યાસ સામે આવ્યો છે. સગર્ભા યોગીતાના મોત બાદ સુરતના મેડિકલના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આ કેસ અભ્યાસ રૂપી કહી શકાય છે.

સંદીપ રતાણી (આસિ. પ્રોફેસર ફોરેન્સિક મેડિસિન વિભાગ સ્મીમેર સુરત) એ જણાવ્યું હતું કે સગર્ભા યોગીતાનું હૃદય ફાટી જવાથી થયેલા મોત કેસનું પોસ્ટમોર્ટમ પહેલી વાર ઓપરેટ કર્યુ હતું. સગર્ભા યોગીતા કેસ તબીબી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ રૂપી કેસ કહી શકાય છે.

કલાકોના અભ્યાસ બાદ પોન્ડીચેરી જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએશન એન્ડ રિસર્ચ સેન્ટરના અભ્યાસમાં પણ આવા કિસ્સાઓ 1 લાખમાં ગણ્યા ગાંઠિયા 2-3 બનતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

મેડિકલના રિસર્ચ વિદ્યાર્થીઓ દ્વારા કરાતા પેપર પબ્લિકેશનમાં પણ આવા કોઈ કેસનો ઉલ્લેખ ન હોવાનું મારા ધ્યાને આવ્યું છે. ઘણા રેર કેસમાં પ્રસૂતિના સમય એ પણ હૃદય ફાટવાની સંભાવના બની શકે એ વાત ને નકારી ન શકાય.

વધુમાં જણાવ્યું હતું કે લોહીનું પ્રમાણ વધે એટલે હૃદય પર ભાર વધે ત્યારે આવા કિસ્સાઓ કોમ્પ્લિકેશન બનતા હોય છે. આવા સમયમાં ખાવા-પીવાનું, ઉંઘ અને કસરત ખૂબ જ જરૂરી હોવાનું ગાયનેકોલોજિસ્ટ કહેતા હોય છે.

ગર્ભમાં ઉછરી રહેલા બાળકની સાથે સગર્ભા માતાના હૃદયની તપાસ ખૂબ જ જરૂરી બને છે. સોનોગ્રાફી સાથે 2-ડી ઇકોના રિપોર્ટ મહત્વના હોય છે આ કિસ્સો સુરતની જ નહીં પણ દેશભરની તમામ મહિલાઓ માટે સાવચેતી સમાન કિસ્સો કહી શકાય છે.

Read About Weather here

વધુમાં જણાવ્યું હતું કે, હાથ-પગ પર સોજા આવવા પ્રેશર અને ધબકારા ઉપર-નીચે થવા એવા સજોગોમાં તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી બને છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here