કાશ્મીર ખીણમાં પાંચ ત્રાસવાદીઓ ઠાર કુલગામ વિસ્તારમાં સુરક્ષાદળોની મોટી સફળતા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

શ્રીનગરનાં એન્કાઉન્ટરમાં બે નાગરિકનાં મોતનો દાવો: પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો

જમ્મુ અને કાશ્મીરમાં સલામતી દળોએ જોરદાર સફળતા મેળવીને ખીણમાં કુલગામ વિસ્તારમાં પાંચ ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. સલામતી દળોએ મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો પણ કબ્જે લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

સલામતી દળોનાં સર્ચ ઓપરેશન દરમ્યાન છૂપાયેલા ત્રાસવાદીઓએ ગોળીબાર કરતા સુરક્ષાદળોએ વળતો ગોળીબાર કર્યો હતો અને ગોપાલપોરમાં ત્રણ અને પોમ્બેમાં બે ત્રાસવાદીઓને ઠાર કરી દીધા હતા.

દરમ્યાન બે દિવસ પહેલા શ્રીનગરનાં હૈદરપુરા વિસ્તારમાં થયેલા આતંકવાદી ઓપરેશનમાં બે નિર્દોષ નાગરિકો માર્યા ગયા હોવાનો સ્થાનિક નાગરિકોએ દાવો કર્યો છે. જેના કારણે સમગ્ર ખીણમાં ભારે તંગદિલી ઉભી થવા પામી છે.

સુરક્ષાદળોની કાર્યવાહીમાં માર્યા ગયેલા અલ્તાફ ભાટનાં મૃતદેહને સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો છે. બીજીતરફ અલ્તાફનાં પિતાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે આતંકવાદ સામે લડવા મેં લોહી વ્હાવ્યું છે.

મને બહાદુરીનો એવોર્ડ પણ સરકારે આપ્યો છે પણ આજે મારા પુત્રને ત્રાસવાદી ગણાવીને સુરક્ષાદળોએ મારી નાખ્યો છે. આ એન્કાઉન્ટરને પગલે ફરી ખીણમાં મામલો ગરમાયો છે.

Read About Weather here

પીડીપી નાં પ્રમુખ મહેબુબા મુક્તીએ સુરક્ષા દળોની કાર્યવાહીને વખોડી કાઢી હતી.ઉમર અબ્દુલ્લા અને અન્ય નેતાઓને પણ નિર્દોષની હત્યાની ઘટનાને ગંભીર ગણાવી હતી. બીજીતરફ લશ્કરનાં ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા કોઈ નિર્દોષ નાગરિક ન હતા પણઆતંકવાદીઓ જ હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here