રાજકોટમાં ખેલાયો ખુની ખેલ: કાકા-ભત્રીજાએ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા નિપજાવી

રાજકોટમાં ખેલાયો ખુની ખેલ: કાકા-ભત્રીજાએ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા નિપજાવી
રાજકોટમાં ખેલાયો ખુની ખેલ: કાકા-ભત્રીજાએ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા નિપજાવી

હત્યાનું કારણ અકબંધ, હત્યારાઓને પકડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી

શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ વાહે ગુરુ કી સેન્ટરમાં આવી કૌટુંબિક કાકા-ભત્રીજાએ છરી અને બેલાના ઘા ઝીંકી તેના જ કૌટુંબિક યુવકની હત્યા નિપજાવી છે. હાલ પોલીસે હત્યારા બંને સબંધીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં સરાજાહેર હત્યાની ઘટના સામે આવી છે. શહેરના જંકશન પ્લોટ બજારમાં આવેલ ગુરુનાનક કોમ્પ્લેક્ષમાં વાહે ગુરુ કી સેન્ટર નામની દુકાનમાં ફરજસિંગ શ્યામસીંગ રાજુની

અને તરજીતસિંગ હરવિન્દસિંગ રાજુની નામના બે આરોપીઓએ દુકાનમાં ઘુસી અંદર બેઠેલા તેના જ કૌટુંબિક સગા સત્યસિંગ રઘુનાથસીંગ રાજુની (ઉ.વ.35) પર છરીના ઘા તેમ બેલા વડે હુમલો કરી હત્યા નિપજાવી છે. ઉલ્લેખનીય છે કે હુમલો કરનાર આરોપીઓ કાકા ભત્રીજા છે.

મૃતકને સંતાનમાં એક પુત્ર છે. 5 ભાઈઓમાં ત્રીજા સત્યસિંગ પર ક્રૂર હુમલો થતા ચકચાર મચી જવા પામ્યો છે. બનાવની જાણ થતા પ્રદ્યુમન નગર પોલીસ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના કૌટુંબિક ભાઈઓએ જ કાળા કલરના મોટરસાયકલ પર આવી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. આ સાથે મૃતક અને બંને આરોપીઓ તમામ જામનગર રોડ પર આવેલ

ઘંટેશ્ર્વર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા હોવાનું સામે આવતા પોલીસ આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. સત્યસિંઘની સરાજાહેર હત્યા તેના જ કૌટુંબિક ભાઇ ફરજસિંઘ અને તેના ભત્રીજા તરજીતસિંઘે કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું

કે, વેપારી સત્યસિંઘ અને તેના પિતરાઇ વચ્ચે છેડતીના મુદ્દે માથાકૂટ ચાલતી હતી અને મામલે અગાઉ પોલીસમાં અરજી પણ થઇ હતી, થોડા દિવસ પૂર્વે સત્યસિંઘ તેના પિતરાઇ ફરજસિંઘના ઘરે ધસી ગયો હતો અને ત્યાં જઇ ઠપકો પણ આપ્યો હતો.

જે બાબતનો ખાર રાખી ફરજસિંઘ અને તરજીતસિંઘે છરીના ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારાઓને પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરી છે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે સમગ્ર બનાવમાં બે લોકોની સંડોવણી છે કે અન્ય કોઈ તેની સાથે આવેલ હતા સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે ઈઈઝટ ફૂટેજ તપાસી કાર્યવાહી શરૂ કરી છે. હત્યારાઓને પકડવા પોલીસે અલગ-અલગ ટીમ બનાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here