વિશ્ર્વામિત્રના ડિરેકટરો સામે ઝડપથી કાર્યવાહી કરાશે

વિશ્ર્વામિત્રના ડિરેકટરો સામે ઝડપથી કાર્યવાહી કરાશે
વિશ્ર્વામિત્રના ડિરેકટરો સામે ઝડપથી કાર્યવાહી કરાશે

નવ નિર્માણ સેનાના નેજા હેઠળ રાજકોટ, અમદાવાદ, હિંમતનગર, સુરેન્દ્રનગરના એજન્ટોની ગૃહમંત્રીને રૂબરૂ રજૂઆત

સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતમાંથી લાખો ગરીબ રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉં કરી જઈને મોજમજા કરતા વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારના તમામ ડિરેકટરો સામે ઝડપી કાર્યવાહી કરીને રોકાણકારોને ન્યાય અપાવવા અંગત રસ દાખવાની ખાતરી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એજન્ટોને રૂબરૂ મુલાકાત દરમિયાન આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ નવ નિર્માણ સેનાના ઝોન ઉપપ્રમુખ રાજેશ પરમારની આગેવાની હેઠળ રાજકોટ, અમદાવાદ, હિંમતનગર અને સુરેન્દ્રનગરના એજન્ટો અને રોકાણકારોએ મંગળવારે ગાંધીનગર ખરે રૂબરૂ દોડી જઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત ફરિયાદ કરી હતી,

એજન્ટોએ કહ્યું કે પાંચ વર્ષથી વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર નામની કંપનીમાં જેતપુર, ગોંડલ, જૂનાગઢ, રાજકોટ સહીત સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતના લાખો રોકાણકારોના કરોડ રૂપિયા ફસાઈ ગયા છે.

પૈસા પરત કરવાની વાતમાં કંપનીના મનોજ ચંદ સહિતના ડિરેકટરો માત્રને માત્ર બહાના બતાવે છે. રોકાણકારો અને એજન્ટોને ધીરજ ધરવાના આશ્વાશનો આપે છે પણ હવે એજન્ટો અને રોકાણકારોની ધીરજ ખૂટી ગઈ હોય ન્યાય મળવો જરૂરી છે.

વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારના ડિરેક્ટરોએ રોકાણકારો, બ્રાન્ચ મેનેજરો અને એજન્ટો સાથે કરેલી રીતસરની છેતરપિંડી બાબતે રજૂઆત કરનાર રાજેશ પરમાર સહિતના એજન્ટો, રોકાણકારોને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે,

રાજ્યમાં આવી ચીટફંડ કંપનીઓ વિષે માહિતી મેળવીને પોતાની કક્ષાએ પૂરતી તપાસ કરાવશે. તેમજ કસૂરવાર ભેજાબાજ ઠગ ટોળકીને ઝડપથી પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે.

ગૃહમંત્રીએ એવી પણ ખાતરી આપી હતી કે વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર નામની કંપની પાસે કેટલી સંપત્તિ છે ? રોકાણકારોના કેટલા રૂપિયા ફસાયા છે ? સેબી દ્વારા પ્રોપર્ટી જપ્ત કરાઈ છે

Read About Weather here

કે કેમ ? તેમજ સેબી રોકાણકારોને કેવી રીતે અને ક્યારે પૈસા પરત કરી શકે ? ઝડપી તાપસ કરીને રોકાણકારોને ન્યાય અપાવવા રસ દાખવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here