પતિને પરચો…!

પતિને પરચો...!
પતિને પરચો...!

દર્શનાબેને જણાવ્યું હતું કે, દરેક મહિલા ખરાબ નથી હોતી એમ દરેક પુરુષ પણ સીધા નથી હોતા, પીડિત મહિલા બે સંતાનોની માતા છે. સુરતના વરાછામાં પતિને વીડિયો કોલિંગ દ્વારા રંગરેલીયા મનાવતા પકડી પાડનાર પત્નીને ઢોરની જેમ ફટકારી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેથી પત્નીને મારનાર પતિને એક સોશિયલ વર્કરે જાહેરમાં તમાચાં મારી કામ કરતી મહિલાની ઈજ્જત કરવાના પાઠ ભણાવ્યાં હતાં. લગ્નના સાત વર્ષના ગાળામાં અઢી વર્ષથી 7 થી વધુ વખત પત્નીને માર મારી અધમુવી બનાવી દેનાર પતિને છેલ્લી વોર્નિંગ આપી હતી.

ઘરકામ કરી પરિવારમાં આર્થિક મદદરૂપ થઇ રહ્યા છે. બાળકોને ભૂખ્યા રાખી વીડિયો કોલિંગ પર પરસ્ત્રી સાથે મસ્તી કરતા લફરાબાજ પતિને જાહેરમાં જ સબક આપવો જરૂરી હતો એટલે જ લાફા માર્યા છે.

સામાજિક કાર્યકર દર્શના જાનીએ જણાવ્યું હતું કે, મહિલા મારા સહિત લોકોના ઘરોમાં જઈને ઘરકામ કરે છે. તેમની આર્થિક પરિસ્થિતિથી સારી નથી. બે સંતાનોની માતા છે. પતિ વોચમેન છે. જ્યાં વોચમેન તરીકે કામ કરે છે.

ત્યાં આખું પરિવાર એક નાનકડી રૂમમાં રહે છે. 5 ઘરના કામ કરી પીડિતા બાળકોનો અભ્યાસ ખર્ચ અને ઘર ખર્ચ કાઢવામાં પણ મદદરૂપ થાય છે.દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો ગામડે કે, પ્રવાસે ગયા હોવાથી પીડિત મહિલા બપોરે જ ઘરે પહોંચી ગયા હતા.

જ્યાં એમના પતિ બાળકોને ભૂખ્યા રાખી મોબાઈલ પર વીડિયો કોલિંગ પર કોઈ સ્ત્રી સાથે મસ્તી કરતા હતા. મહિલાએ એટલું જ કહ્યું કે, બાળકોને તો જમાડી દેવા જોઈએ.

પછી મોબાઈલ પર ચોંટી રહો, બસ આ વાત પર પતિ ભરતે પત્નીને બાળકોની સામે જ માર મારી આંખમાં લોહી ઉતારી લીધું હતું. એટલું જ નહીં પણ દિવાલ સાથે અફાડી અફાડીને માર માર્યો હતો.

સામાજિક કાર્યકર મહિલાએ કહ્યું કે, તેઓ 7 દિવસ બાદ બહારગામથી આવ્યા બાદ આ વાતની જાણ થઈ હતી. જેથી તાત્કાલિક પીડિત મહિલાના ઘરે પહોંચી તપાસ કરતા ભરતના મોબાઇલમાંથી એક શંકાસ્પદ કોલ નંબર મળી આવ્યો હતો.

એટલું જ નહીં પણ 24 કલાકમાંથી મોટાભાગનો સમય મહિલાઓ સાથે વીડિયો કોલિંગમાં પસાર કરતો હોવાનું સામે આવ્યું હતું. બસ એટલે એને એના જ ઘર એટલે કે સોસાયટીમાં જાહેરમાં લાવી તમાચા મારવા પડ્યા હતા.

જોકે એ વખતે મેં મધ્યસ્થી કરી હતી અને છેલ્લી વાર માફ કરી દેવા કહ્યું હતું કારણ કે, તેનાથી પીડિત મહિલા પર બોજો વધી જશે અને ઘર સાથે વોચમેન પતિની આવક પણ જતી રહેશે.

તો ઘર કેમ ચાલશે એવા તમામ વિચારોથી સંમત સોસોયટીવાસીઓએ દબાણ કરતા ભરતે માફી માગી બીજીવાર આવું ન થાય એની બાંયધરી આપી કમાઉ પત્નીનું સન્માન

Read About Weather here

કરતી શીખ લીધી હોવાનું દર્શના જાનીએ વધુમાં જણાવ્યું હતું.સોસાયટીના પ્રમુખે પણ અગાઉ ભરતને વોર્નિંગ આપી હતી. તેને નોકરી પરથી કાઢી મુકવાના હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here