સક્ષમ શાસનની મોદી સ્ટાઈલ, મંત્રી મંડળનું આઠ ભાગમાં વિભાજન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

77 પ્રધાનોનાં આઠ જૂથ બનાવી ખાસ કામગીરીની સોંપણી: ટેકનોલોજી આધારિત સંસાધનોનો વિકાસ અને વ્યવસાય નિષ્ણાંતોની સેવા લેવાનો હેતુ

વધુ અસરકરણ ઢબે શાસન આગળ વધી શકે અને વધુ પારદર્શક તથા કાર્યક્ષમ બનાવી શકાય એ હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટું પગલું લીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાને એમના મંત્રી મંડળનાં તમામ 77 સભ્યોને 8 જૂથમાં પરિવર્તિત કર્યા છે. પ્રધાનોનાં 8 જૂથ બનાવીને એમને ટેકનોલોજી આધારિત સાધનો

ઉભા કરવા અને એમની ટીમમાં વ્યવસાય નિષ્ણાંતોની સેવા લેવા માટેની ખાસ વ્યવસ્થા ઉભી કરવા વિશેષ પ્રકારની કામગીરી સોંપી છે.

આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં વડાપ્રધાન મોદીનાં અધ્યક્ષ સ્થાને કેબીનેટની ચિંતન શિબિરો યોજાય હતી. આવી એક-એક બેઠક પાંચ-પાંચ કલાક સુધી ચાલી હતી. બેઠકોમાં થયેલા મંથનને પગલે તમામ 77 મંત્રીઓનાં 8 જૂથ બનાવવામાં આવ્યા છે.

નિર્માણાધીન તમામ યોજનાઓ માટે ટેકનોલોજીનો સર્વોતમ ઉપયોગ કરી શકાય એ માટે યુવા નિષ્ણાંતોની સેવા લેવા તેમજ નિવૃત થતા અધિકારી પાસેથી સૂચનો મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન અત્યારે મંત્રીઓની વ્યક્તિગત કાર્યદક્ષતા, પ્રોજેક્ટનાં અમલીકરણને પ્રાથમિકતા, પક્ષ અને સરકાર વચ્ચે સક્ષમ સંકલન જેવા મુદ્દાઓ પર પોતાની કેબીનેટની કામગીરીને કાર્યદક્ષ બનાવવા આગળ વધી રહ્યા છે.

ચિંતન શિબિરો પાંચ જેટલી યોજાઈ હોવાનું જાણવા મળ્યું છે. એ કારણે મંત્રીઓને 8 જૂથ બનાવીને સમાવવામાં આવ્યા છે. દરેક જૂથમાં 8 થી 10 મંત્રીઓ રહેશે. દરેક જૂથનું સંકલન એક કેન્દ્રીયમંત્રી સંભાળશે.

સરકારની તમામ મહત્વની યોજનાઓ અને અમલીકરણ પર નજર રાખવામાં આવશે. તે માટે દરેક મંત્રીઓ પાસે એક પોર્ટલ રહેશે.

દરેક મંત્રીઓ દ્વારા લેવાતા નિર્ણયો, બેઠકોમાં થતી ચર્ચાઓ અને સંચાલન અંગેની તમામ વિગતો દરેક વ્યક્તિઓનાં ડેશ બોર્ડ પર જોઈ શકાશે.

દરેક રાજ્ય, જિલ્લા અને મંત્રીઓની વિગતો અને કામગીરી એક સ્થળે જોઈ શકાશે. તમામ મંત્રાલયો વચ્ચે સંકલન જળવાય અને પ્રોજેક્ટની તમામ વિગતોની આપ-લે થતી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

Read About Weather here

મોદીએ ગુજરાતનાં એમના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમ્યાન યોજાતી ટીફીન બેઠકોનાં આધારે ચિંતન શિબિરોનું આયોજન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here