એક મામલતદાર જે “તેઓ” માંથી “તેણી” બન્યા…!

એક મામલતદાર જે “તેઓ” માંથી “તેણી” બન્યા...!
એક મામલતદાર જે “તેઓ” માંથી “તેણી” બન્યા...!

પરંતુ આ બાબતે પોતાની કઈ વિશેષ સમજાય તે પહેલા સામાજિક રીતિ રિવાજો મુજબ તેને પુરુષ હોવાના નાતે એક સ્ત્રી સાથે લગ્ન પણ કરી લીધા હતા અને તે લગ્નથી એક પુત્રીનો જન્મ પણ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પોરબંદરના રાણાવાવ શહેરમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય નિલેશકુમાર મહેતા બચપણથી જ જેન્ડર ડાયફરિયા ધરાવતા હતા અને પોતે પુરુષ હોવા છતાં સ્ત્રી હોવાની અનુભૂતિ કરતાં હતા.  

પરંતુ સ્ત્રી હોવા અંગેની અનુભૂતિને લીધે લગ્ન જીવન ખરાબ થઈ ગયું હતું અને છૂટા છેડા થયા. બાદમાં તેમણે આખરે સ્ત્રી બનવાનો નિર્ધાર કરી લીધો હતો

અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી તેમણે ટ્રાન્સજેન્ડર એક્ટ 2019 અંતર્ગત મંજૂરી મેળવી લીધી છે અને પોતાનું જેન્ડર બદલવાની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે.

હાલ તેમની હોર્મોન ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને આગામી સમયમાં તેઓ પુરુષના પ્રજનન અવયવના સ્થાને કૃત્રિમ સ્ત્રીનું પ્રજનન અવયવ મેળવવાની સર્જરી કરાવશે.

બીજો કિસ્સો પોરબંદરની જ 29 વર્ષીય ખુશ્બૂ કક્કડનો છે. 6 વર્ષની ઉંમરથી પોતે છોકરી હોવા છતાં છોકરો હોય તેવું તેને અનુભૂતિ થવા લાગી હતી.

જેને લીધે તેની ઉમર 13 વર્ષની થઈ ત્યારે તેને મનોમન નક્કી કરી લીધું કે મારે છોકરીમાંથી છોકરો બની જવું છે અને ગત વર્ષે તેણે પણ આ અંગેની વહીવટી તંત્ર પાસેથી મંજૂરી મેળવી હતી. હવે તે ખુશ્બુમાંથી આદિત્ય નામનો યુવાન બની ગયો હતો.

ખુશ્બૂને યુવાન બનવું હતું અને તેના માટે તેમણે ગત 27 ઓક્ટોબર 2020ના રોજ પ્રથમ સર્જરી કરવી હતી. રૂપિયા 130000ના ખર્ચે દિલ્હીમાં થયેલી આ પ્રથમ સર્જરીમાં આ યુવતીની ચેસ્ટનું ઓપરેશન કરી યુવાન જેવી તબદિલ કરવામાં આવી હતી

અને ત્યાર બાદ તેની પણ હોર્મોન ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને આગામી સમયમાં તેના સ્ત્રીના પ્રજનન અવયવમાથી કૃત્રિમ પુરુષના પ્રજનન અવયવમાં

તબદિલ કરવાની સર્જરી કરવામાં આવશે. યુવતીમાથી યુવાન બનેલી આ વ્યક્તિ કુંવારી છે અને હવે તે આગામી જિંદગી એક પુરુષ તરીકે મેળવવા માગે છે.

સ્ત્રીમાથી પુરુષ બનવું હોય કે પુરુષમાથી સ્ત્રી બનવું હોય તેની સર્જરીનો ખર્ચ રૂ. 5 થી 10 લાખ આવે છે અને આ પ્રકારની સર્જરી દિલ્હીમાં થતી હોવાનું આ બંને વ્યક્તિઓએ જણાવ્યુ હતું.જાતિ બદલવા માટે સર્જરી પહેલા હોર્મોન ટ્રીટમેન્ટ લેવી પડે છે.

હોર્મોન ટ્રીટમેન્ટ શરૂ થતાંની સાથે જ તેનો અવાજ બદલાઈ જાય છે અને તેને દાઢી-મૂછના વાળ આવવા લાગે છે. તેમજ પુરુષની છાતીનો ભાગ સ્ત્રીની છાતી જેવો બદલવા લાગે છે.

Read About Weather here

જ્યારે પુરુષમાંથી સ્ત્રી બનવા માટેની હોર્મોન ટ્રીટમેન્ટ શરૂ થતાંની સાથે જ પુરુષના ચહેરાનો દેખાવ બદલવા લાગે છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here