દોસ્ત દોસ્ત ના રહા…!

દોસ્ત દોસ્ત ના રહા...!
દોસ્ત દોસ્ત ના રહા...!
ઝઘડાની અદાવતમાં હમવતનીએ હમવતનીને માથામાં લોખંડનો તવો અને કુકર મારી હત્યા કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે હત્યારાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારના સાંઇનગરમાં ભાડાની રૂમમાં રહેતા બે રૂમ પાર્ટનર વચ્ચે ઘરનું કામકાજ કરવા મુદ્દે થયેલો ઝઘડો લોહીયાળ બન્યો હતો. નજીવી બાબતે એક બીજા સાથે ઉગ્ર બોલાચાલી બાદ વાત શાબ્દિક ટપાટપીથી શરૂ થઈને અત્યાર સુધી પહોંચી ગઈ હતી.

સચિન જીઆઇડીસીના શીવનગર નજીક સાંઇ નગરના ઘર નં. 29, 30 માં ભાડાની રૂમમાં રહેતા કલ્લુ બડકુ નિશાદ સાથે અઠવાડિયા અગાઉ તેનો હમવતની પવન પતરાખન નિશાદ રહેવા આવ્યો હતો.

પવન રહેવા આવ્યાના બે દિવસ બાદથી તેઓ વચ્ચે ઘરમાં પાણી ભરવા અને કરિયાણાનો સામાન લાવવા બાબતે ઝઘડો શરૂ થયો હતો. જેથી કલ્લુએ તેના અન્ય રૂમ પાર્ટનર રામચંદ્ર ગુપ્તાને કહ્યું હતું ,કે પવન કો રૂમ ખાલી કરવા દો. જો કે આ વાતની જાણ પવનને થઇ જતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.

પવને લોખંડના તવા અને કુકર વડે હુમલો કરી કલ્લુના માથામાં ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત થયું હતું. પવન નિશાદની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કલ્લુ જીઆઇડીસીની મીલમાં છુટક કામ કરતો હતો,

Read About Weather here

જયારે પવન સંચા ખાતામાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.ઘટના અંગે સચિન જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here