નાગરિક બેંકમાંથી 60 લાખ ચાઉં કરનાર બદલ બેની ધરપકડ

નાગરિક બેંકમાંથી 60 લાખ ચાઉં કરનાર બદલ બેની ધરપકડ
નાગરિક બેંકમાંથી 60 લાખ ચાઉં કરનાર બદલ બેની ધરપકડ

હેડ ઓફિસમાંથી પાંચ દિવસ પહેલા 65 લાખ મગાવ્યા હતા

રાજકોટ નાગરિક બેંકની કાલાવડ રોડ પર આવેલી બ્રાંચમાં લોન અને રિકવરી મેનેજર તરીકે નોકરી કરતાં હરિપ્રકાશ ભાસ્કરભાઇ વોરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની આ બ્રાંચમાં ડેપ્યુટી ચીફ મેનેજર તરીકે જયરાજ પ્લોટમાં રહેતા રવિભાઇ દિલીપકુમાર જોષી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગત તા.3ના રોજ પોતે તેમજ ડે.ચીફ મેનેજર નોકરી પર હતા. ત્યારે સાંજના સમયે બ્રાંચના હેડ કેશિયર રશ્મિકાંત જોષીએ પોતાને વાત કરતા કહ્યું કે, ડે.ચીફ મેનેજર રવિ જોષીએ હેડ ઓફિસમાંથી રૂ.65 લાખની રોકડ મગાવી હતી.

તે રોકડ આવ્યા બાદ કેશ કાઉન્ટરમાં જમા કરવામાં આવી હતી. બાદમાં ડે.ચીફ મેનેજરના કહેવાથી બ્રાંચના ઓફિસ આસિસ્ટન્ટ રાજદીપસિંહ જાડેજાએ રૂ.5 લાખ કાઉન્ટર પરથી લઇ વીવીપી કોલેજના એકસ્ટેન્શન કાઉન્ટરમાં જમા કરાવવા ગયા હતા.

બાકીની રૂ.60 લાખની રોકડ કાઉન્ટર પરથી ડે.ચીફ મેનેજર બપોરે સાડા બાર વાગ્યે લઇ જતા રહ્યા હોવાનું કહ્યું હતું. બ્રાંચની તમામ જવાબદારી ડે.ચીફ રવિ જોષીની હોવા છતા તે કંઇ જાણતા ન હોવાનું કહ્યું હતું.

પ્રાથમિક તપાસમાં ડે.ચીફ મેનેજર રવિ જોષીએ જ કળા કરી હોવાનું જાણવા મળતા માલવિયાનગર પોલીસમથકમાં તે જ દિવસે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે રવિ જોષીની ધરપકડ કરી હતી.

Read About Weather here

પૂછપરછમાં ભવ્યેશ ભોગીલાલ મંડાણીની સંડોવણી ખૂલતા તેને પણ સકંજામાં લઇ ધરપકડ કરી હતી. બેંકમાંથી ઉચાપત કરેલી રૂ.60 લાખની રકમ ક્યાં રાખી છે, કોને આપી છે, અન્ય વધુ કોઇની સંડોવણી છે કે કેમ તે અંગે પૂછપરછ કરવા બંનેને એક દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે.(9.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here