તમિલનાડુમાં ભર શિયાળે મેઘતાંડવ, ચેન્નાઈ જળબંબાકાર

તમિલનાડુમાં ભર શિયાળે મેઘતાંડવ, ચેન્નાઈ જળબંબાકાર
તમિલનાડુમાં ભર શિયાળે મેઘતાંડવ, ચેન્નાઈ જળબંબાકાર

તોફાની વરસાદ અને પુરનાં કારણે ચારનાં મોત: દક્ષિણનાં અન્ય રાજ્યો કેરળ અને કર્ણાટકમાં પણ ભારે વર્ષાની આગાહી

દક્ષિણ ભારતમાં શિયાળાનાં આગમન સમયે જ જાણે અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા 3 દિવસથી અતિશય ભારે અને પ્રચંડ વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

તમિલનાડુમાં સૌથી વધારે ખરાબ હાલત સર્જાય છે. રાજધાની ચેન્નાઈ ટાપુ બની જવા પામી છે. મેઘતાંડવ અને પુરની આફતને કારણે કુલ ચારનાં મોત થયા છે. હજુ બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

રાહત અને બચાવની કામગીરી યુધ્ધનાં ધોરણે ચલાવવામાં આવી રહી છે. દક્ષિણનાં અન્ય રાજ્યો કેરળ અને કર્ણાટકમાં પણ આગામી 24 કલાક દરમ્યાન અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

ચેન્નાઈ અને આસપાસનાં વિસ્તારોમાં પ્રચંડ અને ધોધમાર વરસાદ થયો હોવાથી આખું મહાનગર પાણી-પાણી થઇ ગયું છે. મહાનગરને પાણી પૂરું પડતા ત્રણ જળાશયનાં દરવાજા ખોલવા પડ્યા છે. છેલ્લા બે દિવસથી તો એકધારો ધોધમાર વરસાદ થયો છે.

રામેશ્ર્વરમમાં પણ મેઘતાંડવની સ્થિતિ સર્જાય છે. ચેન્નાઈનાં લગભગ તમામ રસ્તા અને રહેણાંક વિસ્તારોમાં ટાપુ જેવી સ્થિતિ સર્જાય છે. અનેક વિસ્તારોમાં વીજપુરવઠો પણ ઠપ્પ થઇ ગયો છે.

ચેન્નાઈનું મુખ્ય પોલીસ મથક જળબંબાકાર થઇ જતા સ્ટાફને અન્ય બિલ્ડીંગમાં લઇ જવો પડ્યો છે. ચેન્નાઈ ઉપરાંત રાજ્યનાં અનેક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. વર્ષાતાંડવ પ્રેરિત અનેક ઘટનાઓમાં ચારનાં મોત થયા છે. 60 થી વધુ મકાનોને નુકશાન થયું છે.

છેલ્લા 120 વર્ષમાં ઓક્ટોબર એન્ડમાં આટલો વરસાદ જોવા મળ્યો નથી. આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહીથી વહીવટીતંત્રને સતર્ક કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો હોવાથી રાજ્ય સરકારે ઠેર-ઠેર આરોગ્ય કેમ્પ શરૂ કર્યા છે.

અલગ-અલગ જિલ્લાઓમાં કુલ 416 મોબાઈલ મેડીકલ યુનિટ અને 770 જેટલા જીપ મેડીકલ યુનિટ તહેનાત કરવાનો આદેશ અપાયો છે. રાજ્યભરમાં પાણીજન્ય રોગચાળો ગંભીર હદે વકરી રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાયા હોવાથી લગભગ આખા રાજ્યની ગતિ થંભી ગઈ છે.

મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ બેકાબુ બની ગયો છે. ગઈકાલે મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીને ચેન્નાઈનાં જળબંબાકાર વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને પાણીનો તાકીદે નિકાલ કરવા તંત્રને સુચના આપી હતી.

Read About Weather here

ચેન્નાઈ સહિત અનેક શહેરોમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી અને કેન્દ્ર તરફથી તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here